Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર કેનેડિયન PMની ટિપ્પણીથી ભારત ખુબ નારાજ, લીધુ આ 'કડક' પગલું

કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) અને કેટલાક કેબિનેટ મંત્રીઓની ટિપ્પણી બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આજે કેનેડાના હાઈ કમિશનર(Canadian High Commissioner) ને તલબ કર્યા છે. 

Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર કેનેડિયન PMની ટિપ્પણીથી ભારત ખુબ નારાજ, લીધુ આ 'કડક' પગલું

નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) અને કેટલાક કેબિનેટ મંત્રીઓની ટિપ્પણી બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આજે કેનેડાના હાઈ કમિશનર(Canadian High Commissioner) ને તલબ કર્યા છે. આ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોઈ લોકશાહી દેશના આંતરિક મામલામાં આ પ્રકારે ટિપ્પણી અને નિવેદન ખુબ જ બિનજરૂરી અને અનુચિત છે. 

ભારત-કેનેડાના સંબંધો પર પડશે અસર
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો આવી ટિપ્પણીઓ ચાલુ રહેશે તો તેની ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પર ગંભીર રીતે હાનિકારક અસર થશે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ટિપ્પણીઓએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને વાણિજ્ય દૂતાવાસો સામે ચરમપંથી ગતિવિધિઓની સભાઓને પ્રોત્સાહન આપ્યું છે જે સુરક્ષા મુદ્દે સવાલ ઉભા કરે છે. અમે કેનેડાની સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ભારતીય રાજનયિક કર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

કેનેડાના પીએમએ આપ્યું હતું આ નિવેદન
અત્રે જણાવવાનું કે 'ખેડૂતોના પ્રદર્શનને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અમે પરિવાર અને મિત્રોને લઈને પરેશાન છીએ. અમને ખબર છે કે આ અનેક લોકો માટે સચ્ચાઈ છે. કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનોના અધિકારનો બચાવ કરશે. અમે વાતચીતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે ભારત સામે અમારી ચિંતાઓ રજુ કરી છે. આ બધા માટે એક સાથે આવવાનો સમય છે.'

ટ્રુડોના મંત્રીએ કરી હતી આ વાત
આ અગાઉ ટ્રુડો કેબિનેટમાં મહત્વની જવાબદારી સંભાળનારા રક્ષામંત્રી હરજીત સિંહે ટ્વિટર પર લખ્યું હતું કે ભારતમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો પર ક્રુરતા પરેશાન કરે છે. મારા વિસ્તારના અનેક લોકોના પરિવારો ત્યાં છે અને તેમને પોતાના લોકોની ચિંતા છે. હું આ મૂળભૂત અધિકારની રક્ષા માટે અપીલ કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news