Coronavirus: ડોક્ટરના મોત બાદ ચીનના ચીનના લોકો ગુસ્સામાં, મૃત્યુઆંક વધીને 636 પર પહોંચ્યો

વુહાનમાં વાયરસના ચેપમાં આવનાર 34 વર્ષીય વેનલિયાન્ગનું ગુરૂવારે મોત થયું હતું. સોશિયલ મીડિયા યૂઝરે વેનલિયાન્ગને નાયક ગણાવતા અધિકારીઓ પર અયોગ્યતાના આરોપ લગાવ્યા છે.

Coronavirus: ડોક્ટરના મોત બાદ ચીનના ચીનના લોકો ગુસ્સામાં, મૃત્યુઆંક વધીને 636 પર પહોંચ્યો

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસની સૌથી પહેલા ચેતવણી આપનાર ડોક્ટર લી વેનલિયાન્ગના મોતથી લોકોમાં નારાજગી વધી ગઈ છે. ઘણા ચીની નાગરિકોએ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેના કારણે સરકારે ડોક્ટરના મોતના મામલામાં તપાસના આદેશ આપવા પડ્યા છે. ચીનમાં રહસ્યમય કોરોના વાયરસથી અત્યાર સુધી 636 લોકોના મોત થઈ ગયા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 31,161 થઈ ગઈ છે. 

વુહાનમાં વાયરસના ચેપમાં આવનાર 34 વર્ષીય વેનલિયાન્ગનું ગુરૂવારે મોત થયું હતું. સોશિયલ મીડિયા યૂઝરે વેનલિયાન્ગને નાયક ગણાવતા અધિકારીઓ પર અયોગ્યતાના આરોપ લગાવ્યા છે. ચીનમાં સરકાર પ્રત્યે આ પ્રકારનો વિરોધ ઓછો જોવા મળે છે. વેનલિયાન્ગે જાન્યુઆરીની શરૂઆતમાં વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. 

તે સમયે પોલીસે તેમની ચેતવણીને અફવા માનીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ગત ત્રણ જાન્યુઆરીએ તેની પાસે ધરાર એક પત્ર પણ લખાવવામાં આવ્યો હતો કે તેમણે સોશિયલ મીડિયાની વ્યવસ્થાને બગાડી છે. આ વાત સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય ટીમ શુક્રવારે વુહાન પહોંચી ગઈ છે. આ શહેરમાંથી ચીન સહિત વિશ્વભરના 31 દેશોમાં જીવલેણ વાયરસ પહોંચી ચુક્યો છે. 

વાયરસનો મુકાબલો કરવા ઉતાર્યા રોબોટ
ચીને કોરોના વાયરસના પ્રકોપથી મુકાબલો કરવા માટે રોબોટ પણ ઉતારી દીધા છે. આ જીવલેણ રોગનો સામનો કરવા વુહાનમાં પહેલા જ સેના તૈનાત કરી દેવામાં આવી છે. આ રોબોટ પીડિતોની સારવારમાં ઘણી રીતે મદદ કરશે. ચીને ગુરૂવારે દેશના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સેક્ટરને વાયરસનો મુકાબલો કરવામાં યોગદાન આપવાની અપીલ કરી હતી. 

ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિને અપાવ્યો વિશ્વાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે વાયરસના પ્રકોપથી તેના દેશની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે નહીં. ચીન વાયરસને પરાસ્ત કરી દેશે. 

વિશ્વભરમાં માસ્કની કમી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)એ શુક્રવારે જણાવ્યું કે, વિશ્વમાં કોરોના વાયરસના બચાવના સુરક્ષાત્મક સામાનમાં કમી આવી ગઈ છે. વાયરસ વિરોધી માસ્કની કમી જોવા મળી રહી છે. આ વચ્ચે નેપાળે કોરોના વાયરસનો સામનો કરવો માટે ચીનને એક લાખ માસ્ક આપ્યા છે. 

પુણેમાં દાખલ કરાયો ચીની નાગરિક
ચીનના એક નાગરિકને શુક્રવારે પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે એર ઈન્ડિયાની દિલ્હીથી પુણેની ઉડાનમાં ઉલટી કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેને કોરોના વાયરસની આશંકામાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news