કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ પોલિંગ બૂથ પર આપ કાર્યકર્તાને માર્યો લાફો


અલકા લાંબાએ આપ કાર્યકર્તાને લાફો મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને લાગ્યો નહીં. ત્યારબાદ કોંગ્રેસ અને આપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા. 

 કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ પોલિંગ બૂથ પર આપ કાર્યકર્તાને માર્યો લાફો

નવી દિલ્હીઃ દિલ્હીના ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આમ આદમી પાર્ટી (AAP)ના એક કાર્યકર્તાને લાફો મારવાનો પ્રયત્ન કર્યો છે. હકીકતમાં, ચાંદની ચોકના મજનૂના ટીલેના મતદાન કેન્દ્ર 123થી 133 પર અલકા લાંબા અને આપના કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અલકા લાબાંએ આરોપ લગાવ્યો કે આપ કાર્યકર્તાએ તેના પુત્ર વિશે ખરાબ ટિપ્પણી કરી છે.

— ANI (@ANI) February 8, 2020

તેનાથી નારાજ થઈને અલકા લાંબાએ આપ કાર્યકર્તાને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને લાગી નહીં. ત્યારબાદ કોંગ્રેસ અને આપના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા. પોલીસે વચ્ચે આવીને બચાવ કર્યો હતો. આ ઘટના બાદ અલકા લાંબાએ કહ્યું કે, આપ કાર્યકર્તાએ મારા પુત્ર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 

દિલ્હીમાં સવારે કલાક સુધી માત્ર 7 ટકા મતદાન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 કલાકે શરૂ થયું છે અને સાંજે 6 કલાક સુધી ચાલશે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ સહિત અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં સવારે 11 કલાક સુધીમાં માત્ર 6.96 ટકા મતદાન થયું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news