ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસને લઈને કપડાં બાબતે વિવાદ ઊભો થયો, જાણો શું છે મામલો?
Trending Photos
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકામાં જે કપડાં પહેર્યા તેને લઈને વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે દાવો કરાયો છેકે આ કપડાં ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ એક સામાન્ય દરજી પાસે સીવડાવ્યાં હતાં. પરંતુ એક મોંઘા ડિઝાઈનર સ્ટોરે કઈંક અલગ દાવો કરતા મામલો પેચીદો બની ગયો છે.
ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન પરંપરાગત પાકિસ્તાની સલવાર કમીઝ અને પોતાની પસંદના પેશાવરી ચપ્પલ પહેર્યા હતાં. ઈમરાનના નજીકના લોકોનું કહેવું છે કે ઈમરાન ખાને સાધારણ કપડાં પહેર્યાં અને તેને સિલાઈ માટે ઓછા પૈસા લેતો હોય તેવા દરજી પાસે સિવડાવ્યાં હતાં.
પરંતુ ઈસ્લામાબાદ સ્થિત વસ્ત્રોના લક્ઝરી સ્ટોર 'મોહતરમ'એ પોતાની પીઠ થપથપાવતા કહ્યું કે તેણે વડાપ્રધાન માટે સાત સલવાર કમીઝ સિવ્યાં. આ ડિઝાઈનર સ્ટોર ક્યાંયથી પણ સસ્તો ગણાતો નથી. અહીં એક સામાન્ય સલવાર કમીઝ સૂટની ઓછામાં ઓછી કિંમત 16,000 પાકિસ્તાની રૂપિયા હોય છે. જો તેની ઉપર જેકેટ પહેરવું હોય તો તેનો ચાર્જ અલગથી હોય છે. તે પણ ઓછો તો નથી જ હોતો.
હજુ એ સ્પષ્ટ નથી કે મોહતરમ એ જે કપડાં સિવવાનો દાવો કર્યો છે તે જ કપડાં ઈમરાને અમેરિકામાં પહેર્યા હતાં કે નહીં. જ્યારે ડિઝાઈનર સ્ટોરના સીઈઓ ફહદ સૈફને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કઈં પણ કહેવાની ના પાડી દીધી.
જુઓ LIVE TV
એક અન્ય મોંઘા સ્ટોર લા ફેબરિકાએ પણ દાવો કર્યો કે વડાપ્રધાન માટે વેસ્ટકોટ તેણે જ બનાવી હતી. પરંતુ તેમણે પણ હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે તેમની તૈયાર વેસ્ટકોટ જ ઈમરાન ખાને અમેરિકામાં પહેરી હતી.
પ્રવાસી પાકિસ્તાનીઓના મામલા તથા માનવ સંસાધન મામલામાં વડાપ્રધાનના ખાસ સહાયક ઝુલ્ફી બુખારીએ ડિઝાઈનર કપડાંની વાતને ફગાવતા કહ્યું કે ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીએ પોતે આ કપડાંની ખરીદી કરી હતી અને તેને સ્થાનિક દરજી પાસે સિવડાવ્યા હતાં જે વધુ પૈસા પણ લેતો નથી.
બુખારીએ ટ્વીટ કરીને કહ્યું કે વડાપ્રધાન ક્યારેય ડિઝાઈનર કપડાંમાં રસ ધરાવતા નથી, કે પહેરતા નથી. ખાસ કરીને પોતાના સાધારણ સલવાર કમીઝ મામલે. જો કોઈ ડિઝાઈનર કપડાંનો શ્રેય લેવા માંગતા હોય તો તે માત્ર જૂઠ્ઠા નહીં પરંતુ દગાખોર પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે