ASHES 2019 માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ માટે 17 ક્રિકેટર્સની જાહેરાત કરી, જુઓ કોણ કરી વાપસી?

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ આ સીરિઝ માટે 17 પ્લેયર્સની ટીમની જાહેરાત કરી છે. તેજ બોલર માઈકલ નેસેરને પહેલીવાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કે, વિકેટ કીપર-બેટ્સમેન મૈથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યાં છે. 

ASHES 2019 માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ માટે 17 ક્રિકેટર્સની જાહેરાત કરી, જુઓ કોણ કરી વાપસી?

સિડની :1 ઓગસ્ટથી એશેઝ સીરિઝ (Ashes 2019) રમાનારી છે. આ વખતે આ સીરિઝ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ જીતવાથી ઉત્સાહિત છે. તેને ઘરેલુ મેદાન હોવાનો પણ ફાયદો મળશે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝ પોતાના નામે કરવા માટે પૂરતો જોર લગાવી દેશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ આ સીરિઝ માટે 17 પ્લેયર્સની ટીમની જાહેરાત કરી છે. તેજ બોલર માઈકલ નેસેરને પહેલીવાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કે, વિકેટ કીપર-બેટ્સમેન મૈથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યાં છે. 

ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ, મોડી રાત્રે 3.40 વાગ્યા સુધી ચાલુ રખાયુ ગૃહ

સ્મિથ વોર્નરની વાપસી
આ વર્ષની શરૂઆતમાં જ પ્રતિબંધ પૂરા થયા બાદ સ્ટીવ સ્મિથ, કૈમર, બૈનક્રાફ્ટ અને ડેવિટ વોર્નરની પણ પહેલીવાર ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જો મૈથ્યૂ વેડ રમે છે, તો ઓક્ટોબર 2017 બાદ ઓસ્ટ્રેલિયા માટે આ તેમની પેહલી મેચ હશે. તેઓ સપ્ટેમ્બર, 2017માં ઓસ્ટ્રેલિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા હતા. ટીમ પેન જ આગામી સીરિઝ માટે ટીમમાં કેપ્ટન રહેશે. સલામી બેટ્સમેન માર્કસ હૈરિસની પણ ટીમમાં જગ્યા સલામત છે. શૌન માર્શને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યો, જ્યારે કે ભાઈ ઓલરાઉન્ડર મિશેલ માર્શ આગામી સીરિઝમાં નજર આવશે. 

Tim Paine (c), Cameron Bancroft, Pat Cummins, Marcus Harris, Josh Hazlewood, Travis Head, Usman Khawaja, Marnus Labuschagne, Nathan Lyon, Mitchell Marsh, Michael Neser, James Pattinson, Peter Siddle, Steven Smith, Mitchell Starc, Matthew Wade, David Warner. pic.twitter.com/gz6XspryKG

— cricket.com.au (@cricketcomau) July 26, 2019

ટીમ
ટિમ પેન (કેપ્ટન), કૈમરન બૈનક્રાફ્ટ, પૈટ કમિંસ, માર્કસ હૈરિસ, જોશ હેઝલવુડ, ટ્રૈવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મારનસ લાબુસ્ચગ્ને, નાથન લાયન, મિશેલ માર્શ, માઈકલ નેસેર, જેમ્સ પૈટિંસન, પીટર સિડલ, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મૈથ્યૂ વેડ અને ડેવિડ વોર્નર

આ છે Ashesનું શિડ્યુલ
Ashesની પહેલી ટેસ્ટ બકિંગહામના એજબેસ્ટન મેદાન પર 1 ઓગસ્ટથી શરૂ થશે. તેના બાદ 14થી 18 ઓગસ્ટ સુધી બીજી ટેસ્ટ લંડનના લોર્ડસ મેદાનમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાશે. પછી 4 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રૈફેર્ડ પર ચોથી ટેસ્ટ રમાશે. છેલ્લી ટેસ્ટ 12 સપ્ટેમ્બરથી લંડનના કેનિંગ્સટન ઓવલમાં રમાશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news