ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટને આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટને આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા

નવી દિલ્હીઃ ભારતમાંથી આર્થિક દેવું કરીને ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી છે. ઝી ન્યૂઝની WION ચેનલને મળેલી માહિતી અનુસાર, બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવેદે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. 

સાજિદ જાવેદે સોમવારે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા પર ભારતીય બેન્કોના રૂ.9000 કરોડથી પણ વધુ લેણાં બાકી છે. 

વિજય માલ્યાએ કિંગફિશર એરલાઈન્સ માટે ભારતની વિવિધ બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી હતી. તેની એરલાઈન્સે દેવાળું ફૂંકતા માલ્યા આ દેવું ચૂકવ્યા વગર જ ભારત દેશ છોડીને વર્ષ 2016માં ભાગી ગયો હતો. આથી, ભારતે માલ્યાને ભારત લાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધર્યા હતા. 

ડિસેમ્બર 2018માં લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે વિજય માલ્યાને ભારત મોકલવા અંગેનો પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો, જેમાં તેમણે પ્રત્યારોપણ પહેલાં વિવિધ શરતોની ચકાસણી કરવા અને ભારત સરકારને પણ અમુક દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો હતો. 

જે રીતે વિજય માલ્યાની પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ હતો ત્યાર બાદ સરકાર ઈચ્છતી હતી કે, વિજય માલ્યા પર લંડનની કોર્ટ અને સરકાર ટૂંક સમયમાં જ અંતિમ નિર્ણય લે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news