આ છે દુનિયાની સૌથી મોંઘી બિરયાની, ભાવ સાંભળીને આવી જશે ચક્કર

દુબઈની એક રેસ્ટોરેન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની લૉન્ચ કરી છે. જેની કિંમત એટલી છે કે, એમાં ભારતના એક સામાન્ય પરિવારનું આખા મહિનાનું રાશન-પાણી આવી જાય. આખી ડિશ એકદમ શાહી લાગે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

આ છે દુનિયાની સૌથી મોંઘી બિરયાની, ભાવ સાંભળીને આવી જશે ચક્કર

ઝી બ્યૂરો, અમદાવાદઃ શોખ મોટી વસ્તુ છે. આ શોખને પુરો કરવા માટે લોકો ગમે એટલા પૈસા ખર્ચ કરતા નથી અચકાતા. પણ તમને વિશ્વાસ થશે કે દુબઈમાં લોકો બિરયાની ખાવા માટે 20 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે. દુબઈની એક રેસ્ટોરેન્ટે વિશ્વની સૌથી મોંઘી બિરયાની લૉન્ચ કરી છે. જેની કિંમત એટલી છે કે, એમાં ભારતના એક સામાન્ય પરિવારનું આખા મહિનાનું રાશન-પાણી આવી જાય. આટલો તો ઘણા લોકોનો પગાર પણ નહીં હોય. જેટલો આ બિરયાનીનો ભાવ છે. અમે તમને જણાવી રહ્યા છે કે આખરે આ બિરયાનીમાં એવું તો શું ખાસ છે...

Image preview

સોને મઢેલી છે બિરયાની
દુબઈના DIFCમાં આવેલી Bombay Borough નામના રેસ્ટોરેન્ટના માલિકે તેમની પહેલી એનિવર્સરી પર આ બિરયાની લૉન્ચ કરી છે. જેમાં 23 કેરેટ સોનાથી સજાવટ કરવામાં આવી છે. બિરયાનીમાં જે થાળી હોય છે તે ખૂબ જ મનમોહક છે. જેમાં 23 કેરેટ સોનામાંથી બનેલા ખાદ્ય વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખી ડિશ એકદમ શાહી લાગે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

આટલી છે કિંમત
દુબઈમાં લૉન્ચ થયેલી આ શાહી બિરયાનીની કિંમત લગભગ 20 હજાર રૂપિયા જેટલી છે. જે કોઈ ફાઈવ સ્ટાર હોટેલના શેફની સિગ્નેચર ડિશ કરતા પણ વધારે છે. હવે આટલી મોંઘી બિરયાની એક વ્યક્તિ તો ન ખાઈ શકે. એટલે રેસ્ટોરન્ટમાં બિરયાની છ લોકો શેર કરી શકે છે. છતા પણ તેની કિંમત એક સામાન્ય ભારતીય માટે તો તેના ઘરની વસ્તુઓના બજેટ કરતા પણ વધારે છે.

એક ડિશમાં મળશે આટલું
બિરયાનીની આ ડિશમાં તમને કશ્મીરી મટન કબાબ, પુરાની દિલ્લી મટન ચૉપ્સ, રાજપૂત ચિકનના કબાબ, મુગલઈ કોફ્તા અને મલાઈ ચિકન મળશે. સાથે રાયતું, કરી અને સૉસ પણ સર્વ કરવામાં આવશે. તેને કેસર અને ખાવા માટે ઉપયોગમાં લેવામાં આવતા 23 કેરેટ ગોલ્ડથી સજાવવામાં આવશે.

45 મિનિટમાં આવી જશે ટેબલ પર
આ અદ્ભૂબ બિરયાનીને બનતા 45 મિનિટ જેટલો સમય લાગશે. ખાસ બનાવવામાં આવેલી વાનગીને મનમોહક રીતે સર્વ પણ કરવામાં આવશે. ક્યારેક દુબઈ જતા હો અને નૉન-વેજના શોખીન હો તો આ ડિશ જરૂર ટ્રાય કરજો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news