અમેરિકામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે રૈપર કિંગ વોનની ગોળી મારી હત્યા

અમેરિકામાં ચૂંટણીના ગરમાવાની વચ્ચે જાણિતા રૈપર કિંગ વોન (King Von)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમને કોણે ગોળી મારી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર શુક્રવારે એટલાન્ટના એક નાઇટ ક્લબમાં આ ઘટના ઘટી હતી. 
અમેરિકામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે રૈપર કિંગ વોનની ગોળી મારી હત્યા

વોશિંગ્ટન: અમેરિકામાં ચૂંટણીના ગરમાવાની વચ્ચે જાણિતા રૈપર કિંગ વોન (King Von)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમને કોણે ગોળી મારી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર શુક્રવારે એટલાન્ટના એક નાઇટ ક્લબમાં આ ઘટના ઘટી હતી. 

CCTV માં કેદ ઘટના
આસપાસ લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઇ છે. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે નાઇટ ક્લબની બહાર બે ગેંગ વચ્ચે હાથપાઇ થાય છે, આ દરમિયાન 26 વર્ષીય રૈપર કિંગ વોનને ગોળી વાગી જાય છે. સ્થાનિક મીડિયાનો દાવો છે કે ઘટનાના સમયે નાઇટ ક્લબમાં કેટલાક ઓફ ડ્યૂટી પોલીસવાળા પર હાજર હતા અને નજીકમાં એક ગાડી પેટ્રોલિંગ કરી હતી. 

છ લોકો થયા ઘાયલ
કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે આ ઘટનામાં બંને પક્ષો તરફથી ગોળીબારી થઇ. કુલ છ લોકોને ગોળી વાગી, જેમાંથી રૈપર કિંગ વોન સહિત ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ હાલ કશું કહેવાની સ્થિતિમાં નથી. તેનું ફક્ત એટલું જ કહેવું છે કે કેસની તપાસ ચાલુ છે. એક પોલીસ અધિકારીના અનુસાર નાઇટ ક્લબની બહાર બે પક્ષોમાં કોઇ વાતને લઇને વિવાદ થયો અને જલદી તે ગોળીબારીમાં બદલાઇ ગયો. 

પોલીસ પર બબાલ
અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે કિંગ વોન બંને તરફથી ગોળીબારીનો શિકાર થયા અથવા તેમને જાણીજોઇને કોઇને ગોળી મારી. જોકે પ્રાથમિક તપાસમાં પોલીસે તેને હત્યા ગણાવી રહી છે. આ કેસમાં પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલ ઉભા થયા છે. આરોપ છે કે ઘટના પર હાજર પોલીસકર્મીઓએ સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો નહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news