Kabul માં લાગ્યો નાઈટ કરફ્યૂ, અફઘાન રાષ્ટ્રપતિ ભવન ઉપર તાલિબાનનો કબ્જો, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ

અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે.

Kabul માં લાગ્યો નાઈટ કરફ્યૂ, અફઘાન રાષ્ટ્રપતિ ભવન ઉપર તાલિબાનનો કબ્જો, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાન યુગની વાપસી થઈ ગઈ છે. અફઘાન સરકારે તાલિબાન આગળ ઘૂંટણિયા ટેક્યા છે. ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ સત્તા હસ્તાંતરણ બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે દેશ છોડી દીધો છે. તેઓ તઝાકિસ્તાન માટે રવાના થયા છે. 100થી વધુ દિવસોથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લીધો છે. ભારત સહિત અનેક દેશ પોત પોતાના નાગરિકો અને રાજદૂતોને રેસ્ક્યૂ કરવામાં લાગ્યા છે. રાજધાની કાબુલમાં રાતે 9 વાગ્યાથી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે અને લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 

રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનનો કબ્જો
અફઘાન રાષ્ટ્રપતિના આવાસ ઉપર પણ હવે તાલિબાને કબ્જો જમાવી લીધો છે. હાલ કાબુલમાં નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. 

— ANI (@ANI) August 15, 2021

સરકારનું બિનશરતી સરન્ડર
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર કોઈ પણ શરત વગર આત્મસમર્પણ કરે. અને એવું જ થયું. રવિવારે રાષ્ટ્રપતિ આવાસ પર થયેલી સત્તા સોંપણીની પ્રક્રિયા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાની યુગનો આરંભ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ અલી અહેમદ જલાલી અફઘાનિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ હોઈ શકે છે. જલદી તેની જાહેરાત થઈ શકે છે. 

અમેરિકી એરફોર્સની મદદ પણ કામ ન આવી
અફઘાનિસ્તાનના ત્રણ અધિકારીઓએ જણાવ્યું કે તાલિબાન રાજધાનીમાં કલાકન, કારાબાગ અને પઘમાન જિલ્લાઓમાં છે. તેણે પોતાનું આક્રમણ તેજ કરતા દેશ પર કબ્જો જમાવી લીધો છે અને અફઘાન સુરક્ષા દળોને અમેરિકી સેનાનો હવાઈ સહયોગ હોવા છતાં ખદેડી મૂક્યા છે. જેણે અનેક લોકોને ચોંકાવી દીધા છે અને સવાલ ઉઠ્યા છે કે અમેરિકાની તાલિમ અને અબજો ડોલર ખર્ચો થયો હોવા છતાં સુરક્ષા દળોની આટલી ખરાબ સ્થિતિ કેવી રીતે થઈ? થોડા દિવસ પહેલા અમેરિકી સૈનિકોએ અંદાજો જતાવ્યો હતો કે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજધાની પર તાલિબાનનો કબ્જો થઈ જશે.
 

— ANI (@ANI) August 15, 2021

કાબુલથી 129 ભારતીયોને લઈને ફ્લાઈટ દિલ્હી પહોંચી
ભારતે કાબુલથી પોતાના સેંકડો અધિકારીઓ અને નાગરિકોને રેસ્ક્યૂ કરવા માટે તત્કાળ પ્લાન બનાવ્યો છે. તાલિબાનની રાજધાની કાબુલમાં એન્ટ્રી થઈ ગયાના રિપોર્ટ્સ બાદ ત્યાં લોકોમાં ડર પેદા થયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ 129 મુસાફરોને લઈને આજે સાંજે કાબુલથી દિલ્હી આવી પહોંચી. 

IAF નું C-17 વિમાન પણ તૈયાર
હાલાત જોતા એક ભારતીય વાયુસેનાનું વિમાન C-17 ગ્લોબમાસ્ટરના કાફલાને લોકો અને કર્મચારીઓને કાઢવા માટે તૈયાર રાખવામાં આવ્યું છે. કાબુલથી મળતા રિપોર્ટ્સ મુજબ તાલિબાનના આતંકીઓએ શહેરના બહારના વિસ્તારોમાં એન્ટ્રી મારી દીધી છે જેના કારણે ત્યાં રહેતા લોકોમાં ડર અને ગભરાહટ પેદા થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારો પર કબ્જો જમાવી લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news