Ravindra Jadeja ના પત્ની રિવાબા પર પોલીસકર્મીએ જાહેરમાં હાથ ઉપાડ્યો હતો!, થયો હતો મોટો વિવાદ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોલ અને બેટની સાથે સાથે ફિલ્ડિંગથી પણ મેચ જીતાડવા માટે આખી દુનિયામાં જાણીતા છે. આ ઉપરાંત જાડેજા એક શાહી જીવન પણ જીવે છે. જાડેજાની સાથે સાથે તેમના પત્ની રિવાબા પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને થોડા વર્ષો પહેલાનો એક કિસ્સો જણાવીશું જેમાં રિવાબાનો એક પોલીસકર્મી સાથે મોટો વિવાદ થઈ ગયો હતો. 
Ravindra Jadeja ના પત્ની રિવાબા પર પોલીસકર્મીએ જાહેરમાં હાથ ઉપાડ્યો હતો!, થયો હતો મોટો વિવાદ

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બોલ અને બેટની સાથે સાથે ફિલ્ડિંગથી પણ મેચ જીતાડવા માટે આખી દુનિયામાં જાણીતા છે. આ ઉપરાંત જાડેજા એક શાહી જીવન પણ જીવે છે. જાડેજાની સાથે સાથે તેમના પત્ની રિવાબા પણ ખુબ ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને થોડા વર્ષો પહેલાનો એક કિસ્સો જણાવીશું જેમાં રિવાબાનો એક પોલીસકર્મી સાથે મોટો વિવાદ થઈ ગયો હતો. 

પોલીસ કોન્સ્ટેબલે માર્યો હતો લાફો
ત્રણેક વર્ષ પહેલા જાડેજાના પત્ની રિવાબાની સાથે એક પોલીસ કોન્સ્ટેબલે મારપીટ કરી હતી. વાત જાણે એમ હતી કે જાડેજાના પત્ની રિવાબાની કાર એક પોલીસકર્મીની બાઈક સાથે ટકરાઈ હતી. ત્યારબાદ બંનેમાં તકરાર શરૂ થઈ ગઈ. જોત જોતામાં તો વાત ખુબ આગળ વધી ગઈ અને થોડા સમય બાદ પોલીસ કોન્સ્ટેબલે રિવાબાને જાહેરમાં જ થપ્પડ મારી હતી. 

ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ થઈ
વાત જાણે એમ છે કે રિવાબા પોતાની બીએમડબલ્યુ કાર ચલાવી રહ્યા હતા. ત્યારે અચાનક કાર રોડ પર એક પોલીસકર્મીની બાઈક સાથે  ટકરાઈ ગઈ. પછી તો ઝઘડો શરૂ થઈ ગયો અને વિવાદ વધ્યો તો પોલીસકર્મીએ રિવાબાને થપ્પડ મારી દીધી. આ વિવાદ પછી પોલીસકર્મી પર મોટું એક્શન લેવાયું અને આરોપી પોલીસકર્મીની ધરપકડ થઈ હતી. 

જાડેજાએ 2016માં કર્યા લગ્ન
રિવા સોલંકી સાથે રવિન્દ્ર જાડેજાએ એપ્રિલ 2016માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં એક બાળકનો પણ જન્મ થયો. આ કપલ એક બીજા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા હોય છે. રિવાબા અનેકવાર સ્ટેડિયમમાં જાડેજાને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news