વડોદરામાં રહેતા નાગરિકો કેમ ઝાડા ઉલટી અને કમળાના રોગમાં સપડાયા છે?
વડોદરામાં દૂષિત પાણી વિતરણનો મામલો સામે આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત વાસ મારતાં પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ગાજરાવાડી ખાતે દૂષિત પાણીથી ત્રસ્ત સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો.પાલિકાના ચોખ્ખા પાણી વિતરણના દાવા પોકળ સાબિત થયા હતા. નિમેટા પ્લાન્ટમાં ફિલ્ટરેશન કર્યા બાદ પણ દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે.
દૂષિત અને દુર્ગધયુક્ત પાણીને લઈને સ્થાનિકો પરેશાન છે. દુષિત પાણીના લીધે પૂર્વ વિસ્તારમાં રહેતા નાગરિકો ઝાડા ઉલટી અને કમળાના રોગમાં સપડાયા છે. ગાજરાવાડી ખાતે રહેતા રહીશો દૂષિત પાણીને કારણે પેટના દુખાવાની ફરિયાદ પણ કરી રહ્યા છે.