અંબાજી ભાદરવી પૂનમનો મેળો: મા અંબાના દર્શને ભાવિકોના ઘોડાપૂર, જુઓ Video

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. શનિવારે ભાદરવી પૂનમને લઇને અંબાજીમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે. ઘણા ખરા પદયાત્રીઓ અંબાજીના ચરણે આવી પહોંચ્યા છે અને ઘણા પદયાત્રીઓ બોલ માડી અંબે, જય જય અંબે નાદ સાથે રસ્તાઓ ગૂંજાવતા આગળ વધી રહ્યા છે. મા અંબાના ચરણે શીશ નમાવવા માટે ભક્તો આતુર બન્યા છે તો બીજી તરફ પદયાત્રીઓ સિવાય પણ હજારો ભક્તો અંબાજી આવી પહોંચ્યા છે. માતાજીના દર્શન કરવા ભાવિકોનો જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તિ શક્તિના અનોખા સંગમ સમો લાઇવ વીડિયો...

Trending news