ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જતા બે આગ અલગ મુસાફરો ઇમિગ્રેશનના હાથે પકડાયા છે, ત્યારે અમદાવાદ sogને તપાસ સોંપતા અમદાવાદ sog એ બંને મુસાફરો સામે ગુનો નોંધી ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જવા નીકળેલા બે અલગ અલગ મુસાફરો પકડાયા છે. બોગસ પાસપોર્ટ માટે લાખો રૂપિયા ખર્ચેલા વ્યર્થ ગયા છે. 

અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એક વખત બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જતા બે આગ અલગ મુસાફરો ઇમિગ્રેશનના હાથે પકડાયા છે, ત્યારે અમદાવાદ sogને તપાસ સોંપતા અમદાવાદ sog એ બંને મુસાફરો સામે ગુનો નોંધી ધરપકડ કરીને તપાસ શરુ કરી છે. એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ પર મુસાફરી કરનારા બે મુસાફરોની ધરપકડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી છે. આ બંને મુસાફરો દ્વારા ડુપ્લીકેટ પાસપોર્ટનો ઉપયોગ વિદેશમાં મુસાફરી કરવા માટે કર્યો હતો. 

જેમાં એક મુસાફરનું નામ જગત બહાદુર દલામી છે. જે મૂળ નેપાળનો રહેવાસી છે. જેની પાસેથી દુબઈ જવા માટે સુરજસિંહ અકાલી નામનો પાસપોર્ટ ચંદીગઢથી બનાવ્યો હતો. આ પાસપોર્ટ આધારે દુબઈના વિઝિટર વિઝા મેળવ્યા હતા. જેના બદલામાં એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. 

બીજા મુસાફરની વાત કરીએ તો વડોદરાની બંસી રમેશભાઈ સવનિયાએ તેના પાસપોર્ટમાં છેડછાડ કરીને બંસી રામ ભાઈ મોઢવાડિયા નામનો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જેની એરપોર્ટ સિક્યુરિટી ફોર્સને શંકા જતા ડોક્યુમેન્ટની ખરાઈ કરતા પાસપોર્ટ ડુપ્લીકેટ હોવાનું માલુમ પડ્યું હતું. બંને આરોપીઓ ડુપ્લીકેટ પાસપોર્ટના આધારે મુસાફરી કરતા હોવાનો ધ્યાને આવતા બંને આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવા માટે કોની મદદ લેવામાં આવી હતી, તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news