બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા રદ્દ, જુઓ પ્રદિપસિંહે શુ કહ્યું

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ખુબ જ વિવાદિત રહી હતી. જે અંગે પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. આ અંગે આજે સીટ દ્વારા પોતાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સરકાર દ્વારા અહેવાલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.

Trending news