Youtube Creator Music: યૂ-ટ્યુબે મ્યુઝિકથી કમાણી કરવા માટે લોન્ચ કર્યુ માર્કેટપ્લેસ, ક્રિએટર્સને મળશે મોટો ફાયદો
Youtube Creator Music: યૂ-ટ્યુબે પોતાનું નવું માર્કેટ પ્લેસ લોન્ચ કર્યુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યૂ-ટ્યુબે ક્રિએટર મ્યુઝિક લોન્ચ કર્યુ હતું. જેથી યૂ-ટ્યુબ ક્રિએટર્સ પોતાના લોંગ ફોર્મ વીડિયોમાં ઉપયોગ માટે મ્યુઝિકના સતત વધતા કેટલોગ સુધી સરળતાથી પહોંચી શકાય.
Trending Photos
Youtube Creator Music: ગૂગલના સ્વામિત્વવાળા યૂ-ટ્યુબે પોતાનું નવું માર્કેટ પ્લેસ ક્રિએટર મ્યુઝિક લોન્ચ કર્યુ છે. જે અમેરિકામાં યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામમાં ક્રિએટર્સ માટે એક નવું અને સરળ માધ્યમ છે. જેથી ક્રીએટર્સ પોતાના વીડિયોમાં મ્યુઝિકના વધતા કેટલોગનો ઉપયોગ સરળતાથી કરી શકે. યૂ-ટ્યુબ હેલ્પ પેજ અનુસાર આવનારા અઠવાડિયામાં અમેરિકામાં મુદ્રીકરણ કરનારા ક્રિએટર્સ માટે તેને શરૂ કરવામા આવશે.
આ પણ વાંયો:
CBSE Exam આજથી, 26 રાજ્યમાં 38 લાખ બાળકો 191 વિષયની પરીક્ષા આપશે
સૌરવ ગાંગુલી VS વિરાટ કોહલી: કેપ્ટનશિપ છીનવવામાં કોની હતી સૌથી મોટી ભૂમિકા?
Viral Video: મહિલા ક્રિકેટ જગતની નવી સનસની બનીને ઉભરી રાજસ્થાનની Mumal Meher
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ ક્રિએટર મ્યુઝિક લોન્ચ કર્યુ હતું. જેથી યૂ-ટ્યુબ ક્રિએટર્સ પોતાના લોંગ ફોર્મ વીડિયોમાં ઉપયોગ માટે મ્યુઝિકના સતત વધતા કેટલોગ સુધી સરળતાથી પહોંચી શકે. તેનાથી જે ક્રિએટર્સ પહેલાંથી લાયસન્સ ખરીદવા માગતા નથી તે ગીતનો ઉપયોગ કરી શકશે અને ટ્રેકના કલાકાર અને સંબંધિત અધિકાર ધારકોની સાથે રેવન્યુ શેર કરી શકશે.
આ પણ વાંયો:
જસપ્રીત બુમરાહનું સૌથી મોટું જુઠ્ઠાણુ સામે આવ્યું, ZEE News ના ખુલાસાથી મચી સનસની
રાશિફળ 15 ફેબ્રુઆરી: ગ્રહોનો વિશેષ સંયોગ આ જાતકોને કરાવશે ખુબ લાભ
Zee News પર સૌથી મોટો ખુલાસો, ગુપ્ત કેમેરા વડે ઉઘાડા પડ્યા BCCI ના રાજ
યુ-ટ્યુબના ક્રિએટર પ્રોડક્ટ્સના ઉપાધ્યક્ષ અમજદ હનીફે એક નિવેદનમાં કહ્યું કે નિર્માતા હવે વહનીય, ઉચ્ચ ગુણવત્તાવાળા સંગીત લાયસન્સ ખરીદી શકે છે. જે તેમને પૂર્ણ મુદ્રીકરણ ક્ષમતા પ્રદાન કરે છે. જેમાં તે જ રેવન્યુ શેર કરી શકશે જે સામાન્ય રીતે કોઈ મ્યુઝિકના વીડિયો પર કરે છે. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી હતી કે તેમણે શોર્ટ્સ મોનેટાઈઝેશન મોડ્યુલ જેવા નવા મોડ્યુલને સામેલ કરવા માટે વાઈપીપી શરતોની પુનર્રચના કરી છે. જે ક્રિએટર્સને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર 1 ફેબ્રુઆરીથી જાહેર ખબર પર રેવન્યુ શરૂ કરવાની અનુમતિ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે