સરકારની મોટી જાહેરાત! હવે ફ્રીમાં જોઈ શકશો ટીવી, નહીં રહે સેટ ટોપ બોક્સ પર રિચાર્જની માથાકૂટ

Big announcement of the government: ટીવીની અંદર એક ઈનબિલ્ટ સેટેલાઈટ ટ્યૂનર લગાવવા માટે માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી-આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને એ જણાવ્યું હતું કે ઔદ્યોગિક માપદંડો બ્યૂરોએ પહેલાં જ સેટેલાઈટ ટ્યૂરને લઈને સ્ટાન્ડર્ડ માપદંડની જાહેરાત કરી દીધી છે. તેના પર નિર્ણય હવે અશ્વિની વૈષ્ણવના મંત્રાલયે કરવાનો છે.

સરકારની મોટી જાહેરાત! હવે ફ્રીમાં જોઈ શકશો ટીવી, નહીં રહે સેટ ટોપ બોક્સ પર રિચાર્જની માથાકૂટ

Big announcement of the government: દેશમાં ટૂંક સમયમાં 200થી વધારે ફ્રી ટૂ એર સેટેલાઈટ ચેનલ સેટ ટોપ બોક્સ વિના પણ ટીવી પર જોઈ શકશો. આ જાણકારી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી. અનુરાગ ઠાકુરે ફ્રી ડીશ પર ન્યૂઝ ચેનલની સાથે સાથે જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલના વધી રહેલા પ્રસારણ અને માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા ડીડી-ફ્રી ડીશ પર થનારા સંભવિત નિર્ણયની જાણકારી આપતાં જણાવ્યું કે મેં પોતાના વિભાગ સાથે એક શરૂઆત કરી છે. જો તમારા ટીવીની અંદર એક ઈનબિલ્ટ સેટેલાઈટ ટ્યૂનર લાગી જાય તો અલગથી સેટ ટોપ બોક્સની કોઈ જરૂર નહીં પડે. પછી તમે ડાયરેક્ટ ટીવી પર જ 200થી વધારે ચેનલ નિહાળી શકશો.

આ ક્રાંતિકારી પગલું:
તેમણે આગળ કહ્યું કે આ એક મોટું પરિવર્તન છે. અને ક્રાંતિકારી પગલું છે. તેનાથી લોકોને મોટો ફાયદો થશે. ગરીબોના પૈસા બચશે અને તેનાથી વધારે ચેનલને લોકો સુધી ઘર સુધી પહોંચાડી શકાશે. જોકે મંત્રીએ આગળ કહ્યું કે ટીવીમાં ઈનબિલ્ટ ટ્યૂનરનો પ્રસ્તાવ વિચારાધીન છે. સરકાર નિર્ણય લઈ લેશે તો કરોડો લોકો ને ફાયદો થશે. બધા નવા ટીવીમાં ઈનબિલ્ટ સેટેલાઈટ ટ્યૂનર આવી જશે. તેનો સૌથી વધારે લાભ અંતરિયાળ વિસ્તારમાં થશે. જ્યાં ઈન્ટરનેટ કે કેબલ પહોંચી શક્યા નથી.

અશ્વિની વૈષ્ણવનો મંત્રાલય કરશે નિર્ણય:
ટીવીની અંદર એક ઈનબિલ્ટ સેટેલાઈટ ટ્યૂનર લગાવવા માટે માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી-આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને એ જણાવ્યું હતું કે ઔદ્યોગિક માપદંડો બ્યૂરોએ પહેલાં જ સેટેલાઈટ ટ્યૂરને લઈને સ્ટાન્ડર્ડ માપદંડની જાહેરાત કરી દીધી છે. તેના પર નિર્ણય હવે અશ્વિની વૈષ્ણવના મંત્રાલયે કરવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news