WhatsApp ના નવા ફીચરે મચાવ્યો તહેલકો, સ્ટેટસને લઇને મોટા ફેરફાર, યૂઝર્સ થયા ખુશ

વોટ્સએપ (WhatsApp) ને આજના સમયમાં આરામથી દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહી શકાય છે. ગત થોડા સમયથી વોટ્સએપ પોતાના યૂઝર્સને ખુશ કરવ માટે ઘણા નવા ફીચર્સ અને અપડેટ્સ જાહેર કરી રહ્યું છે જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે.

WhatsApp ના નવા ફીચરે મચાવ્યો તહેલકો, સ્ટેટસને લઇને મોટા ફેરફાર, યૂઝર્સ થયા ખુશ

નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) ને આજના સમયમાં આરામથી દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ કહી શકાય છે. ગત થોડા સમયથી વોટ્સએપ પોતાના યૂઝર્સને ખુશ કરવ માટે ઘણા નવા ફીચર્સ અને અપડેટ્સ જાહેર કરી રહ્યું છે જેને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. સમાચારોનું માનીએ તો જલદી જ વોટ્સએપ સ્ટેટ્સ (WhatsApp Status) સાથે જોડાયેલા અપડેટ જાહેર કરવાનું છે જેના વિશે સાંભળીને યૂઝર્સ ખુશીથી જૂમી ઉઠશે. 

સ્ટેટસ સાથે જોડાયેલા આ નવા ફીચરની યૂઝર્સ આતુરતાપૂર્વક જોઇ રહ્યા હતા રાહ
WABetaInfo ના એક રિપોર્ટનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં તમે એપ પર સ્ટેટ્સ લગાવવામાં જોઇ કોઇ ભૂલ કરો છો તો તમારી પાસે સ્ટેટ્સને તાત્કાલિક ડિલીટ કરવાનો ઓપ્શન હશે. એક નવા રિપોર્ટ અનુસાર વોટ્સએપ સ્ટેટસ માટે એક 'અન્ડૂ' બટન આપવામાં આવશે જેથી તમે તાત્કાલિક ખોટા સ્ટેટસ અથવા પછી ભૂલથી લાગેલા સ્ટેટસને રિમૂવ કરી શકશો. 

હાલ ફીચર શું હતું
તમને જણાવી દઇએ કે કે અત્યારે પણ તમે લગાવેલા સ્ટેટસને ડિલીટ કરી શકો છો પરંતુ આમ કરવામ આટે તમારે સ્ટેટ્સના કોલમમાં જઇને તેને સિલેક્ટ કરવું પડશે અને ત્યારબાદ તેને ડિલીટ કરી શકશો. આ પ્રક્રિયામાં ખૂબ ટાઇમ લાગે છે અને એવું સંભવ છે કે તમે જે લોકોને પોતાના સ્ટેટસથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા પછી પોતાના ખોટા સ્ટેટ્સને હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તે એટલી વાર સ્ટેટસને જોઇ લે. 

તમને જણાવી દઇએ કે આ ફીચરને અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યું ન હતું અને હાલ તેને વોટ્સએપ બીટના એંડ્રોઇડ વર્જન 2.21.22.6 પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઇ જશે, તેને જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news