સ્પૂતનિક-V વેક્સીનથી HIV નો ખતરો, દક્ષિણ આફ્રિકા બાદ નામીબિયાએ ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પૂરાવા કે રિસર્ચ પર આધારિત નથી.
 
સ્પૂતનિક-V વેક્સીનથી HIV નો ખતરો, દક્ષિણ આફ્રિકા બાદ નામીબિયાએ ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

નામીબિયાઃ નામીબિયા રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપી છે. થોડા સમય પહેલા જ પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સીનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારબાદ નામીબિયા તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે. હકીકતમાં તે માનવામાં આવી રહ્યું છે કે સ્પૂતનિક-વી વેક્સીન લેનારા પુરૂષોમાં એચઆઈવી થવાની આશંકા અનેક ગણી વધી જાય છે. 

સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પૂરાવા કે રિસર્ચ પર આધારિત નથી.

દક્ષિણ આફ્રિકી નિયામક SAHPRA એ નિર્ણય લીધો છે કે તે પોતાના દેશમાં સ્પૂતનિક-વીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપશે નહીં. તેની પાછળ દવા નિયામકે કહ્યુ કે, કેટલાક રિસર્ચથી તે સામે આવ્યું છે કે સ્પૂતનિક-વીમાં એડેનોવાયરસ ટાઇપ 5 વેક્ટર છે, જેના ઉપયોગથી પુરૂષોમાં એચઆઈવી થવાની આશંકા વધી જાય છે. 

નામીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, રશિયન વેક્સીનના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય આ ચિંતા સામે આવ્યા બાદ લેવામાં આવ્યો છે કે સ્પૂતનિક વી લેનારા પુરૂષોમાં સંભવતઃ એચઆઈવી થવાની આશંકા વધી જાય છે. 

મહત્વનું છે કે ભારતમાં પણ સ્પૂતનિક-વી વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. પરંતુ હજુ સુધી તેવી કોઈ આશંકા સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news