5000mAh બેટરીવાળો Vivo Z5x ખૂબ જલદી થશે લોન્ચ, જાણો તેના શાનદાર ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન વીવો (Vivo) ખૂબ જલદી ભારતીય બજારમાં Z-series સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. હાલ, તારીખને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. થોડા દિવસો પહેલાં કંપનીએ ચીનમાં Vivo Z5x સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ટ્રિપલ રિયર સેટઅપ છે અને તેની બેટરી 5000 mAh ની છે. આ ઉપરાંત રિયર ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર પણ આપવામાં આવ્યું છે.
5000mAh બેટરીવાળો Vivo Z5x ખૂબ જલદી થશે લોન્ચ, જાણો તેના શાનદાર ફીચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન વીવો (Vivo) ખૂબ જલદી ભારતીય બજારમાં Z-series સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. હાલ, તારીખને લઇને કોઇપણ પ્રકારની જાણકારી નથી. થોડા દિવસો પહેલાં કંપનીએ ચીનમાં Vivo Z5x સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ટ્રિપલ રિયર સેટઅપ છે અને તેની બેટરી 5000 mAh ની છે. આ ઉપરાંત રિયર ફિંગરપ્રિંટ સ્કેનર ફીચર પણ આપવામાં આવ્યું છે.

સ્પેસિફિકેશન્સ 
આ સ્માર્ટફોનમાં ક્વોલકમ સ્નૈપડ્રૈગન 710 processor લાગેલું છે જે એંડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 1080x2340 પિક્સલ છે. તેમાં 8જીબી રેમ લાગેલી છે. 16MP+8MP+2MP નો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરા 16MP નો છે. સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 128જીબી છે, જેને માઇક્રો એસડીની મદદથી 256 સુધી વધારી શકાઇ છે. 

કિંમત
ચીનમાં Vivo Z5x ની શરૂઆતી કિંમત 14400 રૂપિયા છે. સ્માર્ટફોનના ચાર વેરિએન્ટને ઉતારવામાં આવ્યા છે. 4GB+64GB વેરિએન્ટની કિંમત 14400 રૂપિયા, 6GB+64GB વેરિએન્ટની કિંમત 15400 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 17400 રૂપિયા અને 8GB+128GB વેરિએન્ટની કિંમત 20500 રૂપિયા છે. આ ઔરોરા, એકસ્ટ્રીમ નાઇટ બ્લેક અને ફેન્ટમ બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news