Vivo ભારતમાં આગામી મહિને 44MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ કરશે V20 સ્માર્ટફોન!
Vivo એ V20 અને V20 Pro ને લોન્ચ કર્યા બાદ હવે પોતાના V20 SE સ્માર્ટફોનનું પણ લોન્ચિંગ કરી દેધું છે. વીવો હવે ભારતમાં V20 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: Vivo એ V20 અને V20 Pro ને લોન્ચ કર્યા બાદ હવે પોતાના V20 SE સ્માર્ટફોનનું પણ લોન્ચિંગ કરી દેધું છે. વીવો હવે ભારતમાં V20 સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. વીવોએ તેની જાણકારી સત્તાવાર રીતે આપી છે. આ સ્માટફોન ઓક્ટોબરમાં કોઇપણ સમયે લોન્ચ કરવામાં આવી શકે છે.
મળતી માહિતી અનુસાર Vivo V20ના ઇન્ડિયન વર્જન ઇન્ટરનેશનલ વર્જનની તુલનામાં અલગ હશે. હાલ આ અંતર વિશે માહિતી આપવામાં આવી નથી. જોકે ઇન્ટરનેશનલ વેરિએન્ટની માફક તેમાં 44MP કેમેરો અને 64MP રિયર કેમેરો આપવામાં આવશે તેની આશા છે. V20 અને V20 Pro ને આ અઠવાડિયાની શરૂઆતમાં થાઇલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે કંપનીએ કિંમત અને V20 ના ફૂલ સ્પેસિફિકેશન્સની જાણકારી આપી નથી.
Vivo V20 ને મિડનાઇટ જેજ અને સનસેટ મેલોડીવાળા બે કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે. આ સ્માર્ટૅફોનમાં ઓક્ટા-કોર સ્નૈપડ્રૈગન 720G પ્રોસેસર ઉપલબ્ધ છે. તેના રિયરમાં 64MP પ્રાઇમરી કેમેરા સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સાથે જ 64MP ફ્લેશચાર્જ સાથે 4,000mAh ની બેટરી પણ આપવામાં આવી છે.
તો બીજી તરફ તેને પ્રો વેરિએન્ટની શરૂઆતી કિંમત લગભગ 35 હજાર રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે. તેને સ્નૈપડ્રેગન પ્રોસેસર, 64MP ટ્રિપલ કેમેરા સેટઅપ અને સેલ્ફી કેમેરા સાથે ઉતારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે