હવે મિનિટોમાં જ મળી જશે Instagram પર બ્લુ ટિક! માત્ર આ 6 સ્ટેપ્સ કરવા પડશે ફોલો

Instagram Blue Tick: ઇન્સ્ટાગ્રામ પર હવે બ્લુ ટિક મેળવવું ખૂબ જ સરળ બન્યું છે. હેવ તમારે માત્ર 6 સ્ટેપ્સ ફોલો કરવાના રહશે. જ્યાર બાદ તમારા એકાઉન્ટ વેરિફાઈ થઈ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે અને ક્યા સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.

Trending Photos

હવે મિનિટોમાં જ મળી જશે Instagram પર  બ્લુ ટિક! માત્ર આ 6 સ્ટેપ્સ કરવા પડશે ફોલો

About Instagram Blue Tick: હાલ મોટાભાગના લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. કંપની તેના યુઝર્સ માટે ઘણા નવા-નવા ફીચર્સ પણ રોલઆઉટ કરતી રહે છે. પરંતુ, શું તમે જાણો છો કે ઇન્સ્ટા પર બ્લુ ટિક મેળવવા માટે તમે મિનિટોમાં એપ્લાય કરી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક કેવી રીતે મળશે? શું ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક મફતમાં મેળવી શકાય છે? ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક માટે રૂપિયા ચૂકવવા પડે છે કે નહીં? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે બ્લુ ટિક મેળવી શકો છો એટલે કે ઈન્સ્ટાગ્રામ પર બ્લુ બેજ કેવી રીતે વેરિફાઈ કરી શકો છો?

ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક મેળવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

  • સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
  • આ પછી નીચે જમણા ખૂણામાં તમને એકાઉન્ટનો પહેલો વિકલ્પ દેખાશે, તેના ક્લિક કરો.
  • અહીં તમને જમણા ખૂણા પર પ્રથમ વિકલ્પ Settings દેખાશે.
  • Settingsમાં ગયા બાદ તમને સૌથી નીચે Meta Verifiedનો ઓપ્શન દેખાશે.
  • Meta Verified પર એપ્લાય કરીને તમે ઈન્સ્ટાગ્રામ પર પેઈડ સબસ્ક્રિપ્શન માટે અરજી કરી શકો છો.
  • આ માટે તમારે દર મહિને 639 રૂપિયા ચૂકવવા પડશે.
  • નોંધનીય છે કે, પહેલા ઈન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક મેળવવું મુશ્કેલ હતું, પરંતુ પેઈડ સબસ્ક્રિપ્શનને કારણે ઈન્સ્ટાગ્રામ પર બ્લુ બેજ સરળતાથી મળી શકે છે.

આ દેશમાં વાગી રહ્યા છે મહાપ્રલયના ભણકારા! આવી ગઈ છે ખતમ થવાની તારીખ, રહેવાસીઓ કરી રહ્યા છે હિજરત

આ બાબતોનું રાખો ધ્યાનમાં 

  • તમારા એકાઉન્ટ પર સંપૂર્ણ જાણકારી આપો.
  • તમારા એકાઉન્ટ પર દરરોજ સ્ટોરી અથવા પોસ્ટ જરૂર કરો.
  • તમારું એકાઉન્ટ એક્ટિવ રાખો.

શું ઇન્સ્ટા પર ફ્રી બ્લુ ટિક મેળવી શકાય છે?
મોટાભાગે ઇન્સ્ટાગ્રામ માત્ર તે જ એકાઉન્ટને ફ્રી બ્લુ ટિક આપે છે જેમને ફેમસ વ્યક્તિ હોય છે. જેમ કે, જો તમે કોઈ જાણીતી સેલિબ્રિટી, રાજનેતા અથવા અન્ય કોઈ ફેમસ વ્યક્તિ હોવ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news