બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે સરકાર કરશે ફેર વિચારણા, કાંકરેજ અંગે લેવાશે નિર્ણય

રાજ્ય સરકારે જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરી છે ત્યારથી આ મુદ્દે કેટલીક જગ્યાએ વિવાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો પોતાના તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માગ કરી રહ્યાં છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Trending Photos

બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે સરકાર કરશે ફેર વિચારણા, કાંકરેજ અંગે લેવાશે નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરી વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. સરકારની આ જાહેરાત બાદ ઘણી જગ્યાએ વિરોધના સૂર ઉઠ્યા હતા. સરકારની આ જાહેરાત બાદ કાંકરેજ, ધાનેરા અને દિયોદરમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે સરકાર બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરી શકે છે.

સરકાર કરી રહી છે ફેર વિચારણા
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડવાની સાથે કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળ્યો હતો. લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. આ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સરકાર જિલ્લા વિભાજન બાબતે ફેર વિચારણા કરી શકે છે. કાંકરેજ તાલુકાને સરકારે નવા વાવ-થરાદ જિલ્લામાં સામેલ કર્યો હતો. ત્યારબાદ ત્યાંના લોકો સતત તેનો વિરોધ કરી રહ્યાં હતા. હવે માહિતી મળી છે કે સરકાર કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખી શકે છે. 20 જાન્યુઆરી પહેલા સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ સિવાય ધાનેરાના ખિમત ગામને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવશે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 13, 2025

લોકો કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની કરી રહ્યાં હતા માગ
સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બનાસકાંઠા માંથી અલગ વાવ-થરાદ જિલ્લો બનાવીને તેમાં વાવ,થરાદ, સુઇગામ, ભાભર,લાખણી,દિયોદર, કાંકરેજ અને ધાનેરા મળીને 8 તાલુકાઓનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરતા જ હવે વિભાજનના મુદ્દે ઘામાસણ શરૂ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકા અને નવા વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ કરતાની સાથે જ નવા જિલ્લામાં ગયેલા કાંકરેજ અને ધાનેરાના લોકો અને આગેવાનોએ પોતાને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા દેવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ શરૂ કર્યો છે. કાંકરેજના શિહોરીમાં આજે વેપારીઓએ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને સંપૂર્ણરીતે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાંકરેજને બનાસકાંઠામાં જ રહેવા દેવું જોઈએ કારણકે થરાદ જવું અહીંના લોકો માટે ખુબજ અગવડતા ભર્યું છે જેથી અમને બનાસકાંઠામાં જ રહેવા દેવામાં આવે નહિ તો અમે ઉગ્ર આંદોલન કરીશું. 

આ રીતે થયું હતું વિભાજન
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના  ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news