12GB રેમ સાથે લોન્ચ થયો Super Smartphone! સ્ટાઈલિશ ડિઝાઈન સાથે મળે છે દમદાર પ્રોસેસર

iQOO Z5ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના કિંમતની શરૂઆત 23,990 રાખવામાં આવી છે. ચીની સ્માર્ટફોન વીવો અંતર્ગત આવતી આ કંપનીએ આ ફોનને ચીનમાં હાલમાં લોન્ચ કર્યો છે. iQOO Z5માં Qualcomm Snapdragon 778Gનું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

12GB રેમ સાથે લોન્ચ થયો Super Smartphone! સ્ટાઈલિશ ડિઝાઈન સાથે મળે છે દમદાર પ્રોસેસર

નવી દિલ્હીઃ iQOO Z5ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના કિંમતની શરૂઆત 23,990 રાખવામાં આવી છે. ચીની સ્માર્ટફોન વીવો અંતર્ગત આવતી આ કંપનીએ આ ફોનને ચીનમાં હાલમાં લોન્ચ કર્યો છે. iQOO Z5માં Qualcomm Snapdragon 778Gનું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ભારતમાં હવે આ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન 2 કલર વેરિયંટમાં ઉપલબ્ધ છે. iQOO Z5નું બેઝ વેરિયંટમાં 8GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. જ્યારે બીજા વેરિયંટમાં 12GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ મળશે. આ વેરિયંટના ફોનની કિંમત 26,990 રૂપિયા રાખવામાં આવી છે.

iQOO Z5ના સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સાથે જ 120Hzની રિફ્રેશ રેટ આપવામાં આવી છે. જ્યારે ટચ સેમ્પ્લિંગ રેટ 240Hzની છે. આ ફોન Android 11 બેઝ્ડ FunTouch OS 12નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 778Gનું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

ફોટોગ્રાફી માટે ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઈમરી કેમેરો 64MPનો છે, 8MPનો અલ્ટ્રા વાઈડ અને 2MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ફ્રંટમાં 16MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ફોટોગ્રાફી માટે અનેક ફીચર્સ અને એફેક્ટ્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં 5000mAhની લોંગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. ફોનને ચાર્જ કરવા માટે 44Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં હેડફોન જેક પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ફોનમાં ડ્યુઅલ સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news