વાવમાં કોણ છે આયાતી ઉમેદવાર! હર્ષ સંઘવીના એક નિવેદન પર ધડાધડ જવાબો આવ્યા
Vav Byelection : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને ગણાવ્યા આયાતી ઉમેદવાર,,, ગુલાબસિંહે કહ્યું- હું વાવના અસારા ગામનો વતની છું,,, તમારા PAને કહો- બનાસકાંઠાની રાજનીતિનું જ્ઞાન લઈને તમને માહિતી આપે
Trending Photos
Vav Assembly By Election 2024 : ગુજરાતમાં કોઈ ચૂંટણી હોય અને આયાતી ઉમેદવારની ચર્ચા ન થાય એવું ક્યારેય ન બને. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી.. લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી આયાતી ઉમેદવારની ચર્ચા વગર ચૂંટણી શક્ય નથી. આ વખતે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પણ આયાતી ઉમેદવારની ચર્ચા થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને આયાતી કહેવા પર ઘમાસાણ મચી ગયું છે.
હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આક્ષેપ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વધુને વઘુ રસપ્રદ બનતી જઈ રહી છે. આજે ગૃહ રાજ્યમંત્રીના એક નિવેદનથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. નિવેદન પર વાર થયા, અને વાર પર પલટવાર થયા. બનાસકાંઠાનાં ડીસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવ પેટા ચૂંટણી અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં. ડીસા પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વાવ પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે, કોંગ્રેસના અનેક નેતાઓને છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસે લાડુ બતાવ્યા પણ છેલ્લે બાદબાકી કરી દીધી એટલે અનેક નેતાઓમાં કોંગ્રેસના આલાકમાન પર રોષ છે. વાવ વિસ્તાર આજે હરિયાળો બન્યો અને આજ કોંગ્રેસ દ્વારા કેનાલોનો વિરોધ કરાતો હતો. એમના ઉમેદવાર પણ વાવના નથી..
ગુલાબસિંહનો હર્ષ સંઘવીને જવાબ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ગામે-ગામ ચૂંટણી સભા યોજીને પ્રચાર કરીને પોતાને મત આપવા અપીલ કરી રહ્યા છે જોકે ગુલાબસિંહ રાજપૂત આયાતી ઉમેદવાર છે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની નિવેદન ઉપર ગુલાબસિંહએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એમને ક્યાં ખબર છે કે હું અસારાનો છું. ભાજપના લોકો હાર ભાળી ગયા છે એટલે આવા નિવેદનો કરે છે. 13 તારીખે વાવની જનતા બતાવશે કે હું અહીંનો છું કે બહારનો. હું અહીંનો જ છું એ વાવની પ્રજા જાણે છે તેવો હાર ભાળી ગયા છે એટલે એમના સલાહકાર કહે તેવા નિવેદનો આપે છે. જોકે આ ચૂંટણીમાં તેવોએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે હર્ષ સંઘવીને બનાસકાંઠાની રાજનીતિનું પૂરતું જ્ઞાન છે અને તેમને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
વાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મને કોઈ નહિ રોકી શકે
ગેનીબેનનો હર્ષ સંઘવી
ન માત્ર ગુલાબસિં રાજપૂત પરંતુ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ હર્ષ સંઘવી પર પ્રહાર કરીને તેમના પર સવાલ ઉઠાવ્યા. ગેનીબેને કહ્યું કે, ગુલાબસિંહ રાજપૂત આયાતી ઉમેદવાર નથી. અસારા ગામના વતની છે અને તે ક્યાં સીટીમાં રહેતા નથી પોતાના જન્મભૂમિ તેમને છોડી નથી. ગૃહ રાજ્યમંત્રીનું લેશન અધૂરું રહી ગયું છે..
વાવ વિધાનસભા બેઠકમાં ઈતિહાસ રચવા માટે ભાજપ મથામણ કરી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બાદ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રચારની ધૂરા સંભાળી. ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. આ સ્નેહ મિલન એક પ્રકારે બનાસકાંઠા જિલ્લાના ભાજપના સિનિયર નેતાઓ અને કાર્યકર્તાઓનું શક્તિપ્રદર્શન જેવું લાગી રહ્યું હતું.
બીજી તરફ વાવ વિધાનસભા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે આ ચૂંટણીને મહાયુદ્ધ ગણાવીને ભાજપ સામે લડી લેવાનો હુંકાર કર્યો છે. બનાસકાંઠાના ભાભરમાં મુખ્યમંત્રીની સભા પહેલાં માવજી પટેલે મતદારોને સંબોધીને એક સૂચક નિવેદન આપતાં કહ્યું કે, અહીં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવ્યા છે. તમામ સમાજના આગેવાનો આવશે. પરંતુ અસલી હાઈકમાન્ડ તમે જનતા છો.
આમ, વાવની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.. તેમ તેમ નિવેદનબાજી વધુ આકરી બનતી જઈ રહી છે.. ત્યારે આગામી દિવસોમાં નિવેદનો નવો રેકોર્ડ સર્જાય તો નવાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે