બાળકના ગ્રોથ માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, હંમેશા હેલ્ધી રહેશે તમારું બાળક

વધતી ઉંમરમાં બાળકોને યોગ્ય અને ભરપૂર પોષણની જરૂર હોય છે. જેમાં પ્રોટીન, વિટામીન્સ, ખનીજ જેવા ઘણા પ્રકારના પોષક તત્વો શામેલ છે. જો બાળકોની ડાયેટમાં આવા તત્વોનો અભાવ આવી જાય તો તેમને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય છે.

બાળકના ગ્રોથ માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, હંમેશા હેલ્ધી રહેશે તમારું બાળક

નવી દિલ્લીઃ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન બાળપણથી જ રાખવાની જરૂર હોય છે. જેથી ઉંમરની સાથે તેમની હેલ્થ અને ઈમ્યૂનિટી મજબૂત થાય છે અને શરીરને તમામ ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં તાકાત મળે. વધતી ઉંમરમાં બાળકોને યોગ્ય અને ભરપૂર પોષણની જરૂર હોય છે. જેમાં પ્રોટીન, વિટામીન્સ, ખનીજ જેવા પોષકતત્વો શામેલ હોય છે. જો બાળકોની ડાયટમાં આવી વસ્તુઓનો અભાવ રહી જાય તો તેમને ઘણા પ્રકારની સમસ્યા સર્જાય છે.

બાળકોના આહારમાં 5 મુખ્ય પોષક તત્વો શામેલ હોવા જોઈએ:

પ્રોટીન: સારી વૃદ્ધિ અને શક્તિ માટે બાળકોના આહારમાં પ્રોટીન હોવું જરૂરી છે. પ્રોટીન એક એવું તત્વ છે, જેની માત્ર વડીલોને જ નહીં બાળકોને પણ જરૂર છે. પ્રોટીન શરીરના કોષો બનાવવા, ખોરાકને ઉર્જામાં રૂપાંતરિત કરવા, ચેપ સામે લડવામાં અને શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ કરે છે.

કેલ્શિયમ: પીક હાડકાંનો સમૂહ 35 વર્ષની ઉંમર સુધીમાં રચાય છે, તેથી મજબૂત હાડકાં બનાવવા માટે યોગ્ય માત્રામાં કેલ્શિયમનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

ફાઈબર: ફાઈબરનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, પોષક તત્વોનું અવશોષણ યોગ્ય રીતે થાય છે. ફાઈબર દરેક બાળકના આહારમાં શામેલ હોવું જોઈએ.

આયર્ન: આયર્નનો વપરાશ બાળકના યોગ્ય વિકાસમાં મદદ કરે છે, કારણકે લાલ રક્તકણોની રચના માટે આયર્ન ખૂબ મહત્વનું છે. આયર્ન શરીરમાં ઓક્સિજન વહન કરે છે.

વિટામીન્સ: વિટામીન-C અને વિટામિન-D જેવા પોષક તત્વો ગર્ભાવસ્થા દરમિયાન અને ડિલિવરી પછી પૌષ્ટિક આહારમાં લેવા જોઈએ. બાળકોમાં જંક ફૂડનો વપરાશ ટાળવો જરૂરી છે. વિટામીન-C માત્ર શરદીમાં જ નહીં, પરંતુ શરીરના તમામ કોષોને એકસાથે કરવાનું અને રક્ત વાહિનીઓની દિવાલોને મજબૂત કરવાનું કામ કરે છે. શરીર પર પડેલા ઘાને ભરવાની સાથે સાથે દાંત અને હાડકાંને મજબૂતી આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news