સેમસંગ આવતીકાલે લોન્ચ કરશે Galaxy M40, જાણો સ્પેશિયલ ફીચર

સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) આવતીકાલે ભારતીય બજારમાં ગેલેક્સી એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન Samsung Galaxy M40 લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચિંગ ઇવેંટ સાંજે 6 વાગે છે. આ સ્માર્ટફોનમાં હોલ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેની કિંમત 20 હજારની આસપાસ હશે. જોકે કિંમતને લઇને સત્તાવાર રીતે કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે Infinity-O display જ તેની સૌથી મોટી હાઇલાઇટ છે.
સેમસંગ આવતીકાલે લોન્ચ કરશે Galaxy M40, જાણો સ્પેશિયલ ફીચર

નવી દિલ્હી: સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ (Samsung) આવતીકાલે ભારતીય બજારમાં ગેલેક્સી એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન Samsung Galaxy M40 લોન્ચ કરવા જઇ રહી છે. લોન્ચિંગ ઇવેંટ સાંજે 6 વાગે છે. આ સ્માર્ટફોનમાં હોલ ડિસ્પ્લે, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેની કિંમત 20 હજારની આસપાસ હશે. જોકે કિંમતને લઇને સત્તાવાર રીતે કોઇ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે Infinity-O display જ તેની સૌથી મોટી હાઇલાઇટ છે.

તમને જણાવી દઇએ કે સેમસંગ એમ સીરીઝના સ્માર્ટફોન્સને ફ્ક્ત ઓનલાઇન વેચી રહી છે. ઓફલાઇન આ ઉપલબ્ધ નથી. એમ સીરીઝના બધા સ્માર્ટફોન અમેઝોન  (Amazon) પર ઉપલબ્ધ છે. Samsung Galaxy M40 નો પહેલો સેલ ક્યારે લાગશે, તેની જાહેરાત પણ આવતીકાલના કાર્યક્રમમાં કરવામાં આવશે. અમેઝોન ઉપરાંત બધા સ્માર્ટફોન્સ સેમસંગના ઓનલાઇન સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેની બેટરી 3500 mAhની છે. તેની ડિસ્પ્લે 6.3 ઇંચની હશે. 32MP+8MP+5MP નો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો સ્નૈપડ્રૈગન 600-સીરીઝ પ્રોસેસર લાગેલું છે. 

Galaxy M સીરીઝના ત્રણ ફોન માર્કેટમાં ઉપલબ્ધ છે. Galaxy M10 ની કિંમત 7990,Galaxy M20 ની કિંમત 9990, Galaxy M30 ની કિંમત 14990 રૂપિયા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે Galaxy M40 ની કિંમત 20000 ની આસપાસ હશે. તમને જણાવી દઇએ કે લોન્ચિંગ બાદ Galaxy M સીરીઝના 20 લાખ સ્માર્ટફોન અત્યાર સુધી વેચાઇ ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news