Royal Enfield ની પહેલી Electric Bike ક્યારે થશે લોન્ચ, કંપનીએ જણાવી દીધી ફાઇનલ તારીખ

Royal Enfield Electric Motorcycle: રોયલ એનફીલ્ડ દેશ અને વિદેશમાં સતત નવા મોડલ્સ લોન્ચ કરી રહી છે. જોકે કંપનીની ઇલેક્ટ્રિક બાઇકની બધા ગ્રાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ રોયલ એનફીલ્ડે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકને લઇને નિવેદન જાહેર કર્યું છે. 

Royal Enfield ની પહેલી Electric Bike ક્યારે થશે લોન્ચ, કંપનીએ જણાવી દીધી ફાઇનલ તારીખ

Royal Enfield Electric Motorcycle: રોયલ એનફીલ્ડ દેશ અને વિદેશમાં સતત નવા મોડલ્સ લોન્ચ કરી રહી છે. કંપનીએ થોડા મહિના પહેલાં જ ભારતમાં પોતાની Hunter 350 બાઇકને લોન્ચ કરી હતી. તાજેતરમાં જ કંપની વિદેશી બજારમાં Meteor 650 ને લઇને આવી છે, જે 2023 માં ભારતમાં પણ લોન્ચ થશે. ત્યારબાદ બુલેટ 350 ને પણ નવા એન્જીન અને પ્લેટફોર્મ પર લોન્ચ કરવાની છે. જોકે કંપનીની ઇલેક્ટ્રિક બાઇકની રાહ બધા ગ્રાહકો જોઇ રહ્યા છે. તાજેતરમાં જ  રોયલ એનફીલ્ડે પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇકને લઇને નિવેદન જાહેર કર્યું છે. 

આ પહેલાં ઇલેક્ટ્રિક રોયલ એનફીલ્ડ તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે રોયલ એનફીલ્ડ હંટર 350 લોન્ચ દરમિયાન મેનેજિંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ લાલે પત્રકારોના સવાલોના જવાબ આપ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે કંપની જલદીથી જલદી એક ઇલેક્ટ્રિક રોયલ એનફીલ્ડને શરૂ કરવાની યોજના બનાવી રહી નથી, પરંતુ તેના બદલે આર એન્ડ ડી માટે સમય લઇ રહી છે. 

હવે આયશર મોટર્સના એનુઅલ ફાઇનેન્શિયલ રિઝલ્ટ કોન્ફ્રેંસ દરમિયાન, રોયલ એનફીલ્ડના સીઇઓ બી ગોવિંદરાજને આ વાતને પુનરાવર્તિ કરી, જેમાં કહેવામાં આવ્યું હતું કે યૂકે અને ભારતમાં કંપનીના ટેક્નિકલ સેંટર્સમાં આરએન્ડડીનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક રોયલ એનફીલ્ડ આવતાં હજુ લગભગ 3 વર્ષ બાકી છે. 

ગોવિંદરાજને હંટર 350 ની સફળતા વિશે પણ વિસ્તારપૂર્વક જણાવ્યું કે આ કેવી રીતે રોયલ એનફીલ્ડ ફેન્સ એક નવો વર્ગ બનાવી રહી છે. ગોવિંદરાજન કહે છે કે હંટર આવતાં ક્લાસિક 350 ના વેચાણમાં કોઇ મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો નથી કારણ કે હંટર 350 એક અલગ કેટેગરીની બાઇક છે. કંપની યૂરોપમાં ત્રીજી સૌથી વધુ વેચાનાર બ્રાંડ છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં RE માટે વાર્ષિક વૃદ્ધિ આ વર્ષે 14 ટકા રહી છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news