આ છે રિલાયન્સ જિયોના 3 સૌથી સસ્તા પ્લાન, દરરોજ મળે છે 1.5GB ડેટા, કિંમત 119 રૂપિયાથી શરૂ

Jio Cheapest Plan: રિલાયન્સ જિયો પોતાના સસ્તા અને વેલ્યૂ ફોર મની પ્લાન્સ માટે જાણીતું છે. જિયોના ઘણા એવા પ્લાન છે, જે તમને ઓછા બજેટમાં સારો ફાયદો આવશે. રિલાયન્સ જિયોના સૌથી સસ્તા પ્લાનની શરૂઆત 119 રૂપિયામાં થાય છે. 

આ છે રિલાયન્સ જિયોના 3 સૌથી સસ્તા પ્લાન, દરરોજ મળે છે 1.5GB ડેટા, કિંમત 119 રૂપિયાથી શરૂ

Reliance Jio Cheapest 119 Rupees Plan: રિલાયન્સ જિયો પોતાના સસ્તા અને વેલ્યૂ ફોર મની પ્લાન્સ માટે જાણીતું છે. જિયોના ઘણા એવા સસ્તા પ્લાન છે, જે તમારા બજેટમાં આવી જશે. રિલાયન્સ જિયોના સૌથી સસ્તા પ્લાનની શરૂઆત 119 રૂપિયાથી થાય છે. આ સસ્તા પ્લાનની ખાસિયત છે કે તેમાં અનલિમિટેડ કોલ, ઈન્ટરનેટ ડેટા અને ઓટીટી પ્લેટફોર્મની સર્વિસ આપવામાં આવે છે. આવો જાણીએ આ પ્લાનના ફાયદા... 

જિયોનો 119 રૂપિયાનો પ્લાન
જિયોના 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે. તેમાં અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. એટલે કે 14 દિવસ સુધી જેટલી મરજી એટલી વાત કરી શકો છો. આ પ્લાનમાં તમને 14 દિવસ માટે 1.5 જીબી ડેટા મળશે. સાથે જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ અને જિયો સિનેમા જેવી અન્ય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 

જિયોનો 149 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયો 149 રૂપિયામાં 20 દિવસની વેલિડિટી મળે છે. તેમાં દરરોજ 1જીબી ડેટા, અનલિમિટેડ વોયસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા મળે છે. સાથે જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ અને જિયો સિનેમા જેવી અન્ય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જિયોનો 155 રૂપિયાનો પ્લાન
જિયોના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો પણ મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2જીબી ડેટા મળશે. જ્યારે પ્લાનમાં ડેટા પૂરો થઈ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. ડેટા પૂરો થયા બાદ તેમાં લોકલ અને એસટીડી કોલની સુવિધા મળતી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news