અમદાવાદમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર પથ્થરમારો

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લું ભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલિસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચોહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અમદાવાદમાં પોલીસ પર જીવલેણ હુમલો, પેરોલ જમ્પ કરેલા આરોપીને પકડવા ગયેલા પોલીસ પર પથ્થરમારો

મૌલિક ધામેચા/અમદાવાદ: પોલીસના હત્યાના ગુનામાં પેરોલ જંપ થયેલા આરોપીને પકડવા જતાં ફરી એકવાર પોલીસ પર જ હુમલો થયો. ટોળાએ કરેલા હુમલામાં પોલીસ કર્મીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 11 હુમલાખોર વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી શાહીબાગ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી. મહત્વનું છે કે પોલીસ કર્મીને ઈજા પહોંચી હોવા છતાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી મોતીભાઈ લલ્લું ભાઈની ચાલીમાં ગત મોડી રાત્રે પોલિસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં પોલીસ કોન્સટેબલ ભૂપેન્દ્ર ચોહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મહત્વનું છે કે શાહીબાગ પોલીસ પેરોલ જંપ થયેલ આરોપ જીજ્ઞેશ ઉર્ફે પકલો પટણીને પકડવા ગઈ હતી. તે સમયે ચાલીના 10થી વધુ લોકો ભેગા મળીને પોલીસ પર પથ્થરમારો કરી આરોપી જીગ્નેશને છોડવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી શાહીબાગ પોલીસે પોલીસ પર હુમલો કરનારા 11 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, પોલીસની ફરજમાં રૂકાવટ અને આરોપીને ભગાડી જવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધીને 8 આરોપીની ધરપકડ કરી છે.જેમાં 5 મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય આરોપી જીગ્નેશ ઉર્ફે પકલો મહિલા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીની હત્યાના ગુનામાં જેલમાં હતો.અને 17 ફેબ્રુઆરીએ 10 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. જેને 27 ફેબ્રુઆરીએ જેલમાં હાજર થવાનું હોવા છતાં હાજર ના થતા પોલીસ તેને ગઈકાલે પકડવા માટે ગઈ હતી જ્યાં પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા 2વખત બાતમીના આધારે પકડવા પહોચી હતી ત્યારે પણ આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો.

પોલીસની હત્યાના પ્રયાસના ગુનામાં 8 આરોપીની ધરપકડ કરી અને તેની સાથે જોડાયેલા અન્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર કરાવીને હુમલામાં કોની કોની સંડોવણી છે અને હુમલામાં હુમલાખોરો પાસે કોઈ ઘાતક કે જીવલેણ હથિયારો છે કે નહિ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news