OnePlus ઓક્ટોબરમાં લોન્ચ કરશે જબરદસ્ત સ્માર્ટફોન, સાવ સસ્તામાં મળશે શાનદાર ફીચર્સ
OnePlus 9RT ઓક્ટોબરમાં થશે લોન્ચ, 120Hz રિફ્રેશ રેટવાળી 6.55 ઈંચની AMOLED સ્ક્રિન મળશે.
Trending Photos
નવી દિલ્લીઃ OnePlus 9RTને ઓક્ટોબરમાં ભારત અને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. આ મોબાઈલ OnePlus 9 સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન હશે. OnePlus 9RTમાં 120Hz રિફ્રેશ રેટવાળી 6.55 ઈંચની AMOLED સ્ક્રિન મળશે. આ સિવાય ફોનમાં ફોટોગ્રાફી માટે શાનદાર કેમેરા આપવામાં આવ્યા છે. OnePlus જલદી પોતાનો T સિરીઝ હેઠળ નવો સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સિરીઝ અંતર્ગત OnePlus 9RTને ઓક્ટોબરમાં ભારત અને ચીનમાં લોન્ચ કરવામાં આવશે. OnePlus 8 સિરીઝના લોન્ચિંગ બાદ કંપનીએ OnePlus 8T લોન્ચ કર્યો હતો. ત્યારે હવે કંપની OnePlus 9RT સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આપને જણાવી દઈએ કે વનપ્લસ પોતાની ટી સિરીઝના ફોનમાં થોડા-થોડા ફેરફાર સાથે ફોન લોન્ચ કરે છે.
એન્ડ્રોઈડ સેન્ટ્રલની એક રિપોર્ટ મુજબ OnePlus 9 સિરીઝનું અપગ્રેડેડ વર્ઝન હશે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટવાળી 6.55 ઈંચની AMOLED સ્ક્રિન મળશે. OnePlus 9Rમાં પણ આ ડિસ્પ્લે આપવામાં આવી હતી. અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો OnePlus 9RTમાં 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. ફોનમાં 4500mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવશે. આ ફોનમાં સ્નેપડ્રેગન 870નું સુપરફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોનમાં OnePlus Nord 2ની જેમ 50 મેગાપિક્સલનો Sony IMX766 પ્રાઈમરી કેમેરો મળી શકે, જ્યારે 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ, 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ લેન્સ આપવામાં આવશે. આ ફોનમાં સ્ટોરેજની વાત કરવામાં આવે તો ફોનમાં 8GB રેમ સાથે 128GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 8GB રેમ સાથે 256GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટમાં મળી શકે છે. કંપની 12GB રેમ અને 256GBનું વેરિયન્ટ પણ લોન્ચ કરશે. આ ફોનમાં LPDDR4 રેમ અને UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવશે. OnePlus 9RT કંપનીનો પહેલો ફોન હશે જે OxygenOS 12 સાથે લોન્ચ કરવામાં આવશે. OxygenOS 12 એન્ડ્રોઈડ 12 પર આધારિત હશે. કંપની OxygenOS 12નું પહેલું બીટા વર્ઝન પણ રિલીઝ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે