OnePlus 11 5G આજે ભારતમાં થશે લોન્ચ, તેના ફીચર્સ અને વધુ માહિતી જાણી દંગ રહી જશો

OnePlus 11 5G launch: OnePlus પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 11 5G ને આજે 7મી ફેબ્રુઆરી 2023ના રોજ પોતાની મોટી ઈવેન્ટ ક્લાઉડ 11 (OnePlus Cloud 11 Event) માં લોન્ચ કરશે. આ સ્માર્ટફોનના લોન્ચ થતા પહેલા જ તેના સ્પેસિફિકેશન્સ અને કિંમતની જાણકારી બહાર આવી ગઈ છે.

OnePlus 11 5G આજે ભારતમાં થશે લોન્ચ, તેના ફીચર્સ અને વધુ માહિતી જાણી દંગ રહી જશો

OnePlus 11 5G launch: OnePlus પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 11 5G ને આજે 7મી ફેબ્રુઆરી 2023ના રોજ પોતાની મોટી ઈવેન્ટ ક્લાઉડ 11 (OnePlus Cloud 11 Event) માં લોન્ચ કરશે. આ સ્માર્ટફોનના લોન્ચ થતા પહેલા જ તેના સ્પેસિફિકેશન્સ અને કિંમતની જાણકારી બહાર આવી ગઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ સ્માર્ટફોન 16GB RAM સાથે લોન્ચ કરાશે. સ્માર્ટફોનની સાથે કંપની 5 વર્ષ સુધીની એન્ડ્રોઈડ અપડેટ આપશે. આ સ્માર્ટફોન OnePlus ની પહેલી પ્રોડક્ટ હશે જેમાં એન્ડ્રોઈડ 17નું અપડેટ હશે. સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ પર નજર ફેરવો.

Oneplus 11 5G ની કિંમત
કંપનીએ અત્યાર સુધી Oneplus 11 5G ની કિંમત અંગે જાહેરાત કરી નથી. પરંતુ રિપોર્ટ્સ મુજબ 11 ફેબ્રુઆરીએ OnePlus 11 5G નું શરૂઆતનું બુકિંગ શરૂ થાય તેવી આશા છે અને 14 ફેબ્રુઆરીથી આ સ્માર્ટફોન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોન બે સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. 8GB + 256GB और 16GB + 256GB. ફોનની સાચી કિંમત તો લોન્ચ બાદ જ ખબર પડશે પરંતુ 16GB વાળા વેરિએન્ટની કિંમત 61,999 રૂપિયા હોવાનું કહેવાય છે. 

OnePlus 11 5G ના સ્પેસિફિકેશન્સ
ફ્લેગશિપ ફોન OnePlus 11 5G માં સ્ટેનલેસ સ્ટીલ કેમેરા મોડ્યૂલ અપાઈ શકે છે. આ સ્માર્ટફોનમાં 16GB RAM હશે. વન પ્લસ 11 5જીમાં 6.7 ઈંચની 2k રિઝોલ્યુશનવાળું ડિસ્પ્લે મળશે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. ફોનમાં ડિસ્પ્લેની પેનલ AMOLED LTPO 3.0 રહેશે. ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 13ની સાથે ColorOS 13 મળશે. ફોનમાં 16જીબી સુધીની LPDDR5x RAM અને 256GB સુધીનું UFS 4.0 સ્ટોરેજ મળી શકે છે. વોટર રેસિસ્ટન્સ માટે ફોનમાં IP68નું રેટિંગ મળશે. 

OnePlus 11 5G નો કેમેરો અને બેટરી
OnePlus 11 5G ના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેની સાથે Hasselblad ની બ્રાન્ડિંગવાળા ત્રણ રિયર કેમેરા મળશે. સ્માર્ટફોનમાં પ્રાઈમરી લેન્સ 50 મેગાપિક્સલનો Sony IMX890 સેન્સર મળશે. સેકન્ડરી લેન્સ 32 મેગાપિક્સલનો Sony IMX709  ટેલીફોટો પોટ્રેટ લેન્સ, અને ત્રીજો લેન્સ 48 મેગાપિક્સલનો છે જે Sony IMX581 અલ્ટ્રા વાઈડ એંગલ સાથે આવશે. OnePlus 11 5G માં સેલ્ફી અને વીડિયો કોલ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળશે. 

આ ફોનમાં 11 5G ના ભારતીય વેરિએન્ટમાં 5,000 mAh ની બેટરી અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ મળશે. તેને 100 Watt ચાર્જિંગ સાથે લોન્ચ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news