મૃતકની આ 3 વસ્તુઓનો ભૂલથી પણ ના કરતા ઉપયોગ, નહીં તો યમરાજ આપશે દર્દનાક સજા!

ગરુડ પુરાણમાં 271 અધ્યાય અને 18 હજાર શ્લોક છે. સાથે વ્યક્તિના મૃત્યુ બાદ શું થાય છે અને તેનો કેવા પ્રકારની યોનિયોમાં જન્મ થશે તેની ગરુડ પુરાણમાં માહિતી આપવામાં આવે છે. ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિની કઈ વસ્તુઓનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. અને આ વસ્તુઓના ઉપયોગથી શું અસર થઈ શકે છે તેની વિગતો જાણવી ખુબ જરૂરી છે.

મૃતકની આ 3 વસ્તુઓનો ભૂલથી પણ ના કરતા ઉપયોગ, નહીં તો યમરાજ આપશે દર્દનાક સજા!

નવી દિલ્હીઃ આપણી સંસ્કૃતિ મુજબ કેટલી વસ્તુઓનો ઉપયોગ કરવો શુભ ગણાય છે તો કેટલીક વસ્તુનો ઉપયોગ કરવો અશુભ મનાય છે. જેમાં ખાસ કરીને મૃતક વ્યક્તિની વસ્તુઓના ઉપયોગ અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ. કેટલીક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો પિતૃદોષ લાગી શકે છે. હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ અને ભગવાન વિષ્ણુનું ખાસ મહત્વ છે. ગરુડ પુરાણમાં 271 અધ્યાય અને 18 હજાર શ્લોક છે. સાથે વ્યક્તિના મૃત્યુ બાદ શું થાય છે અને તેનો કેવા પ્રકારની યોનિયોમાં જન્મ થશે તેની ગરુડ પુરાણમાં માહિતી આપવામાં આવે છે. ત્યારે મૃત્યુ પામનાર વ્યક્તિની કઈ વસ્તુઓનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. અને આ વસ્તુઓના ઉપયોગથી શું અસર થઈ શકે છે તેની વિગતો જાણવી ખુબ જરૂરી છે.

મૃતકના કપડાંનો ક્યારેય ઉપયોગ ના કરવો-
ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિના કપડાંનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ. જો તમે આવા કપડાંનો ઉપયોગ કરો છો તો મૃતકની આત્મા તમારી સાથે જોડાઈ જતી હોવાની માન્યતા છે. સાથે મૃતકની યાદો તે વ્યક્તિને હેરાન કરે છે. આવું થવાથી મૃતકના કપડાનો ઉપયોગ કરનાર વ્યક્તિ માનસિક અને સારીરિક સમસ્યાનો ભોગ બને છે. જેથી મૃતક વ્યક્તિના કપડાંનો ભૂલથી પણ ઉપયોગ ના કરવો જોઈએ. મૃતકના કપડાં દાન કરવાથી તેની આત્માને શાંતિ મળે છે.

મૃતકના દાગીનાનો પણ ના કરો ઉપયોગ-
ગરુડ પુરાણ મુજબ મૃતક વ્યક્તિના ઘરેણાંનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. ઘરેણા મૃતકને નેગેટિવ શક્તિના વહનનો સ્ત્રોત માનવામાં આવે છે. વ્યક્તિને કપડાં કરતા વધારે તેના ઘરેણા પ્રત્ય લગાવ હોય છે. એટલા માટે મૃતકના ઘરેણાંનો કોઈ ઉપયોગ કરે છે તો મૃતકની નેગેટિવ ઉર્જાની અસર ઘરેણાંનો ઉપયોગ કરવાન વ્યક્તિ પર પડે છે. સાથે આવું કરવાથી મૃતકની આત્મને મૃત્યુ લોકમાં તકલીફ પડવાની પણ માન્યતા છે. જેથી આવી સમસ્યાથી દૂર રહેવા માટે મૃતક વ્યક્તિના  ઘરેણાંને ઓગાળી બીજી કોઈ વસ્તુ બનાવી લેવી જોઈએ. અથવા આવા ઘરેણાંનું મંદિરમાં દાન પણ કરી શકો છો. એવું પણ કહેવામાં આવ્યું છેકે, આવું કરનારને યમરાજ દર્દનાક સજા આપે છે.

મૃતકની ઘડિયાળનું કરી દો દાન-
મૃતક વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે ઘડિયાળ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એટલું જ નહીં પણ ઘડિયાળ મૃત્યુ સુધી લોકોની સાથે જ રહેતી હોય છે. એટલા માટે મૃતક વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે મૃતકની ઘડિયાળનો ઉપયોગ કરો છો તો પિતૃ દોષ લાગી શકે છે. એટલા માટે મૃતકની ઘડિયાળને દાન કરી દેવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news