માવઠાને લઈને અંબાલાલની ડરામણી ચેતવણી! ઉત્તર-દક્ષિણ ગુજરાતના 20 જિલ્લામાં પડી શકે છે વરસાદ
Weather Expert Ambalal Patel Prediction: ગુજરાત પર ફરી માવઠાના વાદળો છવાયા છે. આવતીકાલથી ત્રણ દિવસ માટે માવઠાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવાામં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફુંકાવાની પણ આગાહી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત મળશે. ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ઉત્તર ભારતમાં ઠંડીએ સ્પીડ પકડી લીધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સૂરજની સંતાકૂકડીના કારણે લઘુત્તમ તાપમાન પણ નીચે પહોંચી ગયું છે. પરિણામે લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પહાડો પર હિમવર્ષા બાદ કેવો છે માહોલ?
ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો અપાયાં છે.
હવે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ પડવાનો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. તારીખો આપતા જણાવ્યું કે, 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. અરબ સાગરમાં ટ્રફ, દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ થશે. દક્ષિણ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયકલનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે. આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ જણાવ્યું કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેશે. ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. તો વરસાદ સાથે કરા પણ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.
26 ડિસેમ્બર, ગુરૂવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાદ તથા નવસારીમાં વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
27 તારીખની આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત અને વલસાદમાં વરસાદ પડી શકે છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે.
28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. આ સિવાય મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને, નર્મદા, સુરત, તાપી, નર્મદા ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દીવ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છ પંથકમાં ગુરૂવારથી બે દિવસ ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ બે દિવસ દરમિયાન જે વરસાદની આગાહી કરી છે, એમાં પ્રથમ દિવસે ગુરૂવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની સાથે આ વિસ્તારોમાં પ્રતિકલાકે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે. બીજા દિવસે શુક્રવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં વરસાદની આગાહી કરાઈ છે.
Trending Photos