MG એ લોન્ચ કરી પોતાની શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV, Creta, Seltos ને આપશે ટક્કર
મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: MG Motor એ 5 સીટર MG ONE SUV કાર લોન્ચ કરી છે. કંપનીએ આ કારના જબરદસ્ત ફીચર જાહેર કર્યા છે. આ કારમાં લેટેસ્ટ અને એકદમ સ્ટાઈલિશ ડિઝાઈન અને ટેક્નોલોજી (Technology) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગથી લઈ તેના ડેશિંગ લુક્સથી તમે કારના દિવાના થઈ જશો. તો આવો જાણીએ આ શાનદાર કાર વિશે તમામ માહિતી.
MG ONE SUVની તસ્વીરો ચીન (China) માં પહેલા જ લીક થઈ ગઈ હતી. નવી SUVમાં બ્રાંડના નવા સિગ્મા આર્કિટેક્ચર પર આધારિત છે. જે એક ઓલ-ઈન-વન મોડ્યુલર પ્લેટફોર્મ છે. આ એક ઈલેક્ટ્રીક આર્કિટેક્ચરને પણ સપોર્ટ કરે છે. જેના પર MG ખાસ કરીને ધ્યાન કેન્દ્રીત કરે છે. આ પ્લેટફોર્મ એડવાંસ્ડ ટેક્નોલોજી (Technology) જેવા પાવરફુલ ચિપ ટેક, એક્ટિવ ડિજિટલ ઈકો સિસ્ટમ, એડવાંસ્ડ ઈલેક્ટ્રીક આર્કિટેક્ચર અને હાર્ડ કોર સોફ્ટવેર ટેક્નોલોજી (Technology) ને શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરે છે.
લુક અને ડિઝાઈન-
કારના લુક્સને જોતા એવું લાગે છે કે ફાઈનલ પ્રોડક્શનના સ્પેસિફિકેશન MG ONEની એક્સટીરિયર ડિઝાઈન ઘણી અલગ હશે. આ કારમાં એક્સટીરિયર હાઈલાઈટ્સમાં આકર્ષક કલર ઓપશન અને 3-ડાયમેંશનલ ઈફેક્ટ સાથે વાઈડ, સ્પોર્ટી દેખાતી ફ્રંટ મેઈન ગ્રિલ સામેલ છે. જ્યાં સુધી કારની સાઈઝનો સવાલ છે, MG ONEની સાઈઝ ભારત (India) માં આવનારી ASTORની સાઈઝની હશે.
એન્જીન અને પાવર-
મીડિયા રિપોર્ટ (Media Report) મુજબ આ SUVમાં 1.5 લીટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન 178BHPનો પાવર અને 250NM ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ MT અને ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગીયરબોક્સ મળે છે. MG ONEની લંબાઈ 4,579 mm, પહોળાઈ 1866 mm અને ઉંચાઈ 1609 mm છે. સાથે જ 2670 mmનો વ્હીલબેઝ મળે છે.
ફીચર્સ અને મુકાબલો-
MG પોતાની 5 સીટર SUVમાં અનેક ફીચર્સ આપી રહી છે. આ કારમાં ટચસ્ક્રિન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, પાવર્ડ સીટ્સ, વાયરલેસ ચાર્જિંગ, પેનોરોમિક સનરૂફ જેવા ફીચર્સ મળશે. આ કારનો મુકાબલો Hyundai Creta, Kia Seltos, Jeep Compass જેવી કોમ્પેક્ટ SUV સાથે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે