Ahmedabad: હવે રોકડા રૂપિયા નથી એવું બહાનું નહી ચાલે, પોલીસ POS મશીન દ્વારા વસૂલશે દંડ
લોકો જે બહાના કરતા હતી કે રોકડા રૂપિયા નથી સાથે ઓનલાઇન (Online) દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોને આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએય મશીન આવી ગયા છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ટ્રાફિકના નિયમ (Traffic Rules) ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહિ ચાલે કારણ કે અમદાવાદ (Ahmedabad) ટ્રાફિક પોલીસ (Traffic Police) બની છે ડિઝીટલ એટલે કે સ્થળ પર જ હવે પીઓએસ (POS) મશીન દ્વારા દંડ વસુલી શકાશે. અમદાવાદ (Ahmedabad) ના અલગ અલગ 150 સ્થળ પર 150 મશીન રાખવામાં આવ્યા છે.
અમદાવાદ (Ahmedabad) શહેર ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમ (Traffic Rules) નો ભંગ કરનારને સીસીટીવી (CCTV) થકી ઈ મેમો (E Memo) મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમ (Traffic Rules) ભંગ કર્યો તો ત્યાં જ દંડ વસુલશે.
લોકો જે બહાના કરતા હતી કે રોકડા રૂપિયા નથી સાથે ઓનલાઇન (Online) દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોને આ ખોટા બહાના નહિ ચાલે કારણે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએય મશીન આવી ગયા છે. જેના થકી જ નિયમનો ભંગ કર્યો અને ભંગ કરનાર પાસે રોકડા રૂપિયા ન હોય તો તે તેના ડેબિટ (Debit) કે ક્રેડિટ કાર્ડ (Credit Card) સ્વાઈપ કરીને દંડ ભરી દેવો પડશે અને ત્યાજ તેને પીઓએસ (POS) મશીનમાંથી સ્લીપ પણ આપી દેવાશે એટલે હવે અમદાવાદની જનતાના ટ્રાફિક ભંગના લઈ કોઈજ બહાને બાજી નહિ ચાલી શકે.
આ પહેલ અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશ્નરે શુક્રવારેથી જ શરુ કરી છે. ત્યારે અમદવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશ્નરે પોતાના ટ્રાફિક પોલીસ (Traffic Police) જવાનને વધુમાં કહ્યું હતું કે ટ્રાફિક પોલીસે (Traffic Police) પોલીસ ભાગનું નાક સમાન છે. જેથી ટ્રાફિક પોલીસે લોકો સાથે સારો વ્યવહાર અને સારું વર્તન રાખવાનું રહેશે લોકોના દિલ જીતી શકશે એ જ આ જમાનાની જરૂરિયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે