Good News! મારુતિએ Alto અને S-Presso કારના ભાવ અચાનક ઘટાડી નાખ્યા, ખરીદવાની ઉત્તમ તક!
મારુતિ સુઝૂકીએ પોતાની બે કારોના ભાવમાં ઘટાડો કરી નાખ્યો છે. કંપનીએ Alto K10 અને S-Presso પેટ્રોલના ભાવમાં ઘટાડો કર્યો છે. હવે સવાલ એ છે કે આખરે મારુતિએ આ બંને કારના ભાવ કેમ ઘટાડી નાખ્યા?
Trending Photos
સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને હવે ઓટો કંપનીઓ ઓગસ્ટ મહિના માટે ઓટો સેલ્સના આંકડા જાહેર કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં પેસેન્જર વ્હીકલ કેટેગરીમાં બધુ મળીને ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ મારુતિ સુઝૂકીની નાની કારના સેગમેન્ટના સેલ્સમાં પણ ઘટાડો નોંધાયો છે. સેલ્સના આંકડા જોઈએ તો મિની કેટેગરીમાં (Alto K10, S-Presso) ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ 2023માં 12,209 યુનિટ્સનું વેચાણ થયું હતું અને ઓગસ્ટ 2024માં 10,648 યુનિટ્સ વેચાયા છે. હવે કંપનીએ મોટો નિર્ણય લીધો છે અને બે કારના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે. કંપનીએ તત્કાળ પ્રભાવથી બંને કારના ભાવમાં કાપની જાહેરાત કરી નાખી છે જેથી કરીને આ બંને કાર ખરીદવા ઈચ્છતા લોકો વિલંબ કર્યા વગર કાર ખરીદવા માટે શોરૂમ પહોંચી શકે.
Maruti Suzuki Alto K10, S-Presso ના નવા ભાવ
મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ અલ્ટો કે10 અને એસ પ્રેસોના પસંદગીના ટ્રિમ્સની કિંમતમાં તત્કાળ પ્રભાવથી કાપ મૂક્યો છે. મોટર વાહન વિનિર્માતાએ શેર બજારને આપેલી સૂચનામાં જણાવ્યું છે કે એસ પ્રેસો LXI પેટ્રોલના ભાવ 2000 રૂપિયા અને અલ્ટો કે10 VXI પેટ્રોલના ભાવ 6,500 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.
અલ્ટો કે10ની કિંમત 3.99 લાખ રૂપિયાથી 5.96 લાખ રૂપિયા વચ્ચે છે. જ્યારે એસ પ્રેસોની કિંમત 4.26 લાખ રૂપિયાથી 6.11 લાખ રૂપિયા વચ્ચે (એક્સ શોરૂમ દિલ્હી) વચ્ચે છે. કંપનીની નાની કારો (જેમાં અલ્ટો, તથા એસ પ્રેસો શામેલ છે)નું વેચાણ ઓગસ્ટમાં ઘટીને 10,648 યુનિટ્સ થઈ ગયું હતું. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 12,209 યુનિટ્સ વેચાયા હતા.
મારુતિ ALto K10 ની કિમત અને ફીચર્સ
મારુતિ સુઝૂકીની અલ્ટો કે10 નાના ફેમિલી માટે સારી કાર છે. આ કારમાં 1.0L નું જબરદસ્ત પેટ્રોલ એન્જિન લાગેલુ છે. આ કાર સીએનજી વિકલ્પ સાથે પણ મળે છે અને 33.85 km/kg ની માઈલેજ ઓફર કરે છે. આ કારમાં 5 લોકો બેસી શકે છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD અને એરબેગ્સ મળે છે. ALto K10C VXI CNG ની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 5.96 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
મારુતિ S-Pressoની કિંમત અને ફીચર્સ
મારુતિ સુઝૂકી એસ પ્રેસો પણ એક સારી કાર છે જેની કિંમત 5.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં સારી સ્પેસ મળે છે પરંતુ 4 લોકો જ એકદમ કમ્ફર્ટેબલ બેસી શકે છે. પરફોર્મન્સ માટે કારમાં 1.0Lનું પેટ્રોલ એન્જિન લાગેલું છે. આ કાર સીએનજીમાં પણ અવેલેબલ છે અને 32.73km/kgની માઈલેજ ઓફર કરે છે. તેની સીટિંગ પોઝિશન તમને એસયુવીવાળો અહેસાસ કરાવશે. કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD અને એરબેગ્સની સુવિધા પણ મળે છે.
શું ફાયદાકારક છે ડીલ
જો તમે એક એન્ટ્રી લેવલની કાર ખરીદવાનું વિચારતા હોવ તો અલ્ટો અને એસ પ્રેસો બંને ખુબ શાનદાર કારો છે જે તમારા ડેઈલી યૂઝ માટે પરફેક્ટ કાર સાબિત થઈ શકે છે. આ બંને કારોનું મેન્ટેનન્સ પણ ખુબ ઓછું આવતું હોય છે. દમદાર એન્જિન હોવા છતાં પણ આ કારોની માઈલેજ ખુબ શાનદાર રહે છે. પરંતુ આરામદાયક હોવાનું વિચારો તો ત્યાં થોડી નિરાશા મળી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે