જામા મસ્જિદના સર્વે દરમિયાન સળગ્યું સંભલ; પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત, પોલીસકર્મીઓ ઘાયલ

Sambhal violence: ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં જામા મસ્જિદનો સર્વે કોર્ટના આદેશ પર રવિવારે કરવામાં આવ્યો હતો, પરંતુ તે દરમિયાન ભારે હિંસા થઈ હતી. આગચંપી અને પથ્થરમારાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી કરી હતી. ચાલો આ 10 ચિત્રોમાં તમને બતાવીએ... સર્વે પર કેવી રીતે સળગ્યું સંભલ.

રાજકીય પ્રતિક્રિયા

1/10
image

સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કે આ ઘટના સામે વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના 1991ના આદેશનો હવાલો આપ્યો હતો, જેમાં ધાર્મિક સ્થળોની સ્થિતિ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું હતું.

વહીવટીતંત્રનો દાવો: પરિસ્થિતિ નિયંત્રણમાં

2/10
image

પોલીસ અને પ્રશાસને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો દાવો કર્યો છે. ડીજીપીએ કહ્યું કે, અસામાજિક તત્વોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિવાદનું કારણ

3/10
image

આ વિવાદ જામા મસ્જિદના સર્વેને લઈને થયો હતો. સ્થાનિક કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા મસ્જિદની જગ્યાએ હરિહર મંદિર હતું.

લોકોની અટકાયત કરાઈ

4/10
image

હિંસાને લઈ લગભગ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. આમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેઓ પથ્થરમારામાં સામેલ હતા.

ભીડને વિખેરવાની કાર્યવાહી કરાઈ

5/10
image

પોલીસે હિંસક ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો. ડ્રોન અને સીસીટીવી ફૂટેજની મદદથી પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

વાહનો અને મિલકતોને નુકસાન

6/10
image

પ્રદર્શનકારીઓએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી મોટરસાયકલોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને નજીકની મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસકર્મીઓ પણ થયા ઘાયલ

7/10
image

આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસ અધિક્ષકના જનસંપર્ક અધિકારીના પગમાં ગોળી વાગી હતી અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટનો પગ ભાંગી ગયો હતો.

ત્રણ યુવાનોના મોત

8/10
image

હિંસા દરમિયાન ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોની ઓળખ નઈમ, બિલાલ અને નોમાન તરીકે થઈ છે, જેમની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ

9/10
image

પથ્થરમારો દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે માહોલ વધુ તણાવપૂર્ણ બની ગયો હતો.

પ્રદર્શન દરમિયાન માહોલ બગડ્યો

10/10
image

જામા મસ્જિદના સર્વેનો વિરોધ કરી રહેલા લોકોએ અચાનક હિંસક પ્રદર્શન શરૂ કરી દીધું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.