શોકિંગ: ભારતના 13 VVIPઓના iPhone પર માલવેર એટેક!, ડેટા ચોરીની આશંકા
દેશમાં 13 વીવીઆઈપીના આઈફોન (iPhone) પર માલવેર એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં 13 વીવીઆઈપીના આઈફોન (iPhone) પર માલવેર એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી પણ આશંકા છે કે વીવીઆઈપી લોકોના આઈફોનમાંથી મેસેજ, વ્હોટ્સએપ લોકેશન, ચેટ લોગ, તસવીરો, અને કોન્ટેક્ટ્સની જાણકારીઓ પણ ચોરી કરવામાં આવી છે. કોમર્શિયલ થ્રેટ ઈન્ટેલિજન્સ ગ્રુપ સિસ્કો ટુલ્સ શોધકર્તાઓ અને વિશેષજ્ઞોએ શોધ્યું છે કે આ ઉચ્ચ સ્તરનો હુમલો છે. 13 લોકોના આઈફોનને શંકાસ્પદ એપ્લિકેશનની મદદથી નિશાન બનાવીને જાણકારીઓ ચોરી કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ 13 લોકોની ઓળખ જાહેર કરાઈ નથી.
રશિયાના ઈમેઈલ ડોમિનના નામનો ઉપયોગ કરાયો
સિસ્કોના વિશેષજ્ઞોને શંકા છે કે હુમલાખોર ભારતમાં હોઈ શકે છે. પરંતુ તે પોતાની ઓળખ ઉજાગર ન કરવા માટે રશિયાનો હોવાની કોશિશ કરી રહ્યો છે. વિશેષજ્ઞોના કહેવા મુજબ હુમલાખોરે રશિયન નામ અને રશિયાના ઈમેઈલ ડોમિનના નામનો ઉપયોગ કર્યો છે. હુમલાખોરના બે પર્સનલ ડિવાઈસમાં ભારતના વોડાફોન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાલોસ ઈન્ટેલિજન્સ બ્લોગ પર લખ્યુ છે કે હુમલાખોરે 13 આઈફોનના એક્સેસ લેવા માટે ઓપન સોર્સ મોબાઈલ ડિવાઈસ મેનેજમેન્ટ સિસ્ટમને તૈયાર કરી છે.
ટેલીગ્રીમ અને વ્હોટ્સ એપ ચેટમાં પણ ઘૂસણખોરી
ટાલોસ સિક્યુરિટીના ટેક્નિકલ લીડર વોરેન મર્સર, સિસ્કોમાં માલવેર શોધકર્તા અને માલવેર વિશ્લેષક પોલ રસ્કાગનેરેસે કહ્યું કે હુમલાખોરે વ્હોટ્સએપ અને ટેલીગ્રામ જેવી મેસેજિંગ એપમાં અલગથી ફીચર્સ જોડવાની અલગ ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ ટારગેટ કરવામાં આવેલા 13 આઈફોનમાં MDM દ્વારા તેમને મોકલવામાં આવ્યો હતો. હુમલાખોરના કોડે ફોન નંબર, સીરિયલ નંબર, લોકેશન, કોન્ટેક્ટ્સ, યૂઝરના ફોટા, એસએમએસ, ટેલીગ્રામ અને વ્હોટ્સએપ ચેટમાં સેંધ લગાવી છે.
પૂરા પ્લાનિંગ સાથે કરાયો એટેક
લાઈનેક્સ/યુનિક્સ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનના ઓનલાઈન કોમ્યુનિટી નિક્સક્રોફ્ટ ટાલોઝના રિસર્ચ પર ટ્વિટ કર્યું કે જે રીતે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે અને ટાઈમ ઉપયોગ કરાયો છે તે જોઈને લાગે છે કે આ વીવીઆઈપી ફોન છે. હુમલાખોરે ભારતમાં ફક્ત 13 વીવીઆઈપી ફોન જ ટારગેટ કર્યા છે. તેનાથી શક ગાઢ બને છે કે આ તૈયારી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી. પરંતુ તે અંગે કોઈને ગંધ સુદ્ધા આવી નહીં.
આઈફોનની સુરક્ષામાં છીંડાનો આ દુર્લભ મામલો
સિક્યુરિટી રિસર્ચર કિરણ જોનલગડ્ડાએ કહ્યું કે આ હુમલાથી સ્પષ્ટ છે કે આઈઓએસ ડિવાઈસ અસુરક્ષિત છે. અનેક યૂઝરો આ વાતથી અજાણ છે. તેલંગાણા સીઆઈડી સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ યુ રામમોહને એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું કે આઈફોનની સુરક્ષામાં સેંઘ લગાવવાનો આ દુર્લભ મામલો છે. અત્યાર સુધી આઈફોનની સુરક્ષામાં છીંડાના કોઈ મામલા સામે આવ્યાં નહતાં. જો આમ થયું પણ છે તો તે યૂઝરની ભૂલના કારણે થયું હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે