મહેસાણા: મહિલાના પતિએ બળજબરીપૂર્વક ખવડાવી ડુંગળી-લસણ તો તેને કરી દીધી FIR
ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલાએ ફક્ત ડુંગળી લસન નામ પર પોતાના પર પોતાના પતિ અને સાસરીવાળા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આ સાચું છે. પત્નીએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને ઘરેલૂ હિંસાનો કેસ પોતાના સાસરીવાળા વિરૂદ્ધ દાખલ કર્યો છે.
Trending Photos
મહેસાણા: ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલાએ ફક્ત ડુંગળી લસન નામ પર પોતાના પર પોતાના પતિ અને સાસરીવાળા વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. સાંભળવામાં વિચિત્ર લાગે, પરંતુ આ સાચું છે. પત્નીએ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા અને ઘરેલૂ હિંસાનો કેસ પોતાના સાસરીવાળા વિરૂદ્ધ દાખલ કર્યો છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જોકે કેસ મહેસાણા જીલ્લાના કડી નજીકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના રિપોર્ટૅ અનુસાર 25 વર્ષીય મહિલાએ પોલીસમાં જે ફરિયાદ દાખલ કરી છે, તે મુજબ તે સ્વામીનારયણ સંપ્રદાયને માને છે. તેમછતાં તેના પતિ અને સાસુએ તેને ડુંગળી અને લસણ દ્વારા બનાવેલું ભોજન ખવડાવવાનો પ્રયત્ન કર્યો. આ તેની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર હતું.
એફઆઇઆરમાં મહિલાએ કહ્યું કે ચાર વર્ષ પહેલાં મને પોતાના ભાઇના એક મિત્ર સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ મારા લગ્ન થઇ ગયા. મહિલાના પતિ કલોલમાં પાન અને ચાની દુકાન ચલાવે છે. મહિલા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. મહિલાનું કહેવું છે કે હું પટેલ સમુદાયમાંથી આવું છું. હું સ્વામી નારાયણ સંપ્રાયના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવું છું. તેમછતાં મારા પતિ અને મારી સાસુએ મને લસણ અને ડુંગળીવાળું ભોજન ખવડાવે છે.
મહિલાના અનુસાર પતિ અને સાસુએ મને લસણ અને ડુંગળી ખાવા માટે દબાણ કર્યું, જ્યારે મેં ન ખાધુ તો તેમણે મારી સાથે મારઝૂડ કરી. ત્યારબાદ પતિએ મને મારી માતા સાથે વાત કરવાની ના પાડી દીધી. સાંતેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસના અનુસાર મહિલાએ પતિ રોનક પટેલ અને તેની માતા વિરૂદ્ધ તેની માતા વિરૂદ્ધ ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરવા અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે