Hero Electric એ લોન્ચ કર્યું એવું Scooter કે લોકો બાઈકને ભૂલી જાય! માર્કેટમાં વધી ગઈ ડિમાન્ડ

Hero Electric એ લોન્ચ કર્યું એવું Scooter કે લોકો બાઈકને ભૂલી જાય! માર્કેટમાં વધી ગઈ ડિમાન્ડ

નવી દિલ્લીઃ ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની Hero Electric એ સ્મૂધ રાઈડિંગ અનુભવ માટે નવા ફીચર્સ સાથે Optima ઈ-સ્કુટર લોન્ચ કર્યું. સિટી સ્પીડ સ્કૂટર ક્રુઝ કંટ્રોલ ફીચરથી સજ્જ હશે જે એકવાર એક્ટિવેટ થયા બાદ અપગ્રેડેડ સ્પીડોમીટરમાં પ્રતિબિંબિત થશે. હીરો ઈલેક્ટ્રીક Optima HX કંપનીની તમામ ડીલરશીપમાં 55,580ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે વેચવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે ક્રૂઝ કંટ્રોલ-
ઑપ્ટિમાની ક્રૂઝ કંટ્રોલ સુવિધા રાઈડરને આરામદાયક રાઈડ પ્રદાન કરવા અને અગવડતાને દૂર કરવા માટે સતત ગતિ જાળવી રાખે છે. ઈચ્છિત સ્પીડ જાળવવા માટે રાઇડર સ્કૂટરના ક્રૂઝ ફંક્શનને સક્રિય કરવા માટે ક્રૂઝ કંટ્રોલ બટન દબાવી શકે છે. જ્યારે આ ફીચર એક્ટિવ કરવામાં આવે ત્યારે સ્પીડોમીટર ક્રુઝનું સિંબોલ પ્રદર્શિત થશે અને આને બ્રેકિંગ અથવા થ્રોટલને ફેરવીને ડિએક્ટિવેટ કરી શકાશે.

વેલ્યુ-એડેડ ફીચર્સ-
હીરો ઈલેક્ટ્રીકના CEO સોહિન્દર ગીલે જણાવ્યું કે, “અમારા R&D રાઈડરને સરળ અને આનંદપ્રદ બનાવવા માટે હીરો બાઈક પર મૂલ્યવર્ધિત સુવિધાઓ પ્રદાન કરવા વ્યવહારુ અને સરળ નવીનતાઓ પર સતત કામ કરી રહ્યા છે. બ્લૂટૂથ, GPS કનેક્ટિવિટી ગ્રાહકની પસંદગી પર છોડી દેવામાં આવે છે. કનેક્ટેડ બાઇક્સ બનાવવાની અમારી મુસાફરીમાં આ નાના પગલાં છે જે સુરક્ષિત, અનુકૂળ અને સવારી કરવા માટે સરળ છે."

R&Dનો વિસ્તાર-
હીરો ઈલેક્ટ્રિક તેના ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશન લો-સ્પીડ, સિટી સ્પીડ અને હાઈ-સ્પીડ વાહનોનું ઉત્પાદન કરવા માટે તેની હાલની R&D સુવિધાઓનું વિસ્તરણ કરી રહી છે. હીરો આગળ જતાં નવી તકનીકી નવીનતાઓમાં મોટા પ્રમાણમાં રોકાણ કરીને ભારતમાં એક મજબૂત EV ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યું છે. વધુમાં તે અત્યાધુનિક સાધનો સાથે એક નવું ટેકનિકલ કેન્દ્ર શરૂ કરશે, R&D ટીમનું વિસ્તરણ કરશે અને પાવરટ્રેન વિકાસ અને વાહન ડિઝાઇન માટે નવી પ્રતિભાઓની ભરતી કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news