12 મેથી બંધ થઈ રહી છે ગૂગલની આ એપ
ગૂગલે એકવાર ફરી પોતાની એક એવી એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેણે આશા પ્રમાણે પરિણામ આપ્યું નથી. હવે ટેક દિગ્ગજે પોતાની Neighbourly એપને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગૂગલે વધુ એક પોતાના એપ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેને પ્રયોગ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. ટેક દિગ્ગજ ગૂગલે Neighbourly એપને બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, 12 મેથી આ એપ ઉપલબ્ધ રહેશે નહીં. ગૂગલનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી આશા પ્રમાણે પરિણામ મળ્યું નથી.
સર્ચ દિગ્ગજે મે 2018માં આ એપને લોન્ચ કરી હતી. આ એપને ભારતના મુંબઈ શહેરમાં ટેસ્ટિંગ માટે લાવવામાં આવી હતી જેથી યૂઝરો લોકલ એક્સપર્ટ્સની મદદથી પોતાની આડોસ-પાડોસને જાણી શકે. બાદમાં નવેમ્બરમાં એપને દેશના અન્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ આ એપ લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી હતી. તેનું મુખ્ય કારણ હતું કે સારા એમેજિંગ એક્સપીરિયન્સ આપવા માટે તેની પાસે પર્યાપ્ત યૂઝરો નહતા. ખાસ વાત છે કે એપ ત્યારે પણ બિટા વર્ઝનમાં હતી.
ગૂગલે મોકલ્યો ગ્રાહકોને મેલ
યૂઝરોને મોકલવામાં આવેલા એક ઇમેલમાં ગૂગલે ઉલ્લેખ કર્યો કે કોમ્યુનિટીએ તેની જગ્યા વિશે પૂછેલા આશરે 10 લાખથી વધુ જવાબ આપ્યા. પરંતુ આ પ્રોજેક્ટ એટલો ન ચાલ્યો જેટલી તેને આશા હતી. ગૂગલે કહ્યું કે, અમે Neighbourly ને એક બીટા એપ તરીકે લોન્ચ કરી હતી, જેથી તમે તમારી આસપાસના લોકો સાથે જોડાયેલા રહો. આ સિવાય એપનો ઇરાદો હતો કે લોકલ જાણકારી વધુમાં વધુ લોકો સાથે શેર થાય અને તેનાથી બીજાને મદદ મળી શકે. એક કોમ્યુનિટી તરીકે તમે સ્થાનીક તહેવારોની ઉજવણી સાથે મળીને કરી છે. તો પૂર જેવી સ્થિતિમાં પણ સૂચના શેર કરી છે. Neighbourly અમારી આશા પ્રમાણે આગળ ન વધી શકી. આ મુશ્કેલ ભર્યા સમયમાં અમે ગૂગલની તે અન્ય એપ્સ પર ધ્યાન આપીને લોકોની મદદ કરી શકીએ જેને પહેલાથી લાખો લોકો દરરોજ ઉપયોગ કરી રહ્યાં છે.
ગૂગલે આ સાથે Google Maps Local Guide ની તરફ પણ ઇશારો કર્યો છે, જેનો પોતાના એરિયા સાથે જોડાયેલા સવાલના જવાબ માટે ઉપયોગ કરી શકાય છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે