પહેલા સમર્થન અને હવે સવાલ!, સોનિયા ગાંધીએ કહ્યું-લોકડાઉન ઉતાવળમાં લેવાયેલો નિર્ણય

કોરોના વાયરસ સામિે લડવા માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ પહેલા જે નિર્ણયને વખાણ્યો હવે તેને વખોડ્યો.

પહેલા સમર્થન અને હવે સવાલ!, સોનિયા ગાંધીએ કહ્યું-લોકડાઉન ઉતાવળમાં લેવાયેલો નિર્ણય

નવી દિલ્હી: કોરોના વાયરસ સામિે લડવા માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. સોનિયા ગાંધીએ પહેલા જે નિર્ણયને વખાણ્યો હવે તેને વખોડ્યો. તેમણે કહ્યું કે 21 દિવસનું આ લોકડાઉન ઉતાવળમાં લેવાયેલો નિર્ણય છે. અગાઉ આ જ નિર્ણયનું તેમણે સમર્થન કર્યું હતું. સોનિયાએ હવે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં સરકાર પર પ્રહારો કર્યા છે. સોનિયાની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ લોકડાઉન પર સવાલ ઉઠાવ્યાં અને પ્રવાસી મજૂરોને પડેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો.

વીડિયો કોન્ફરન્સિંગથી થયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે લોકડાઉન જરૂરી હોઈ શકે છે પરંતુ તેના અનિયોજિત અમલીકરણથી લાખો પ્રવાસી મજૂરોને પરેશાની અને તકલીફ ઉઠાવવી પડી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વાયરસ લોકડાઉનના કારણે ઊભા થયેલા હાલાતને પહોંચી વળવા માટે સરકારે એક વિસ્તૃત રણનીતિ બનાવવાની જરૂર હતી. 

સોનિયાએ કહ્યું કે ટેસ્ટિંગનો ઓપ્શન નથી
ભારત સામે કોરોના વાયરસના રૂપમાં એક મોટી સમસ્યા ઊભી છે પરંતુ તેને હરાવવા માટે આપણી ઈચ્છા શક્તિ વધુ મોટી હોવી જોઈએ. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે આ વાત કરી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ સોનિયા ગાંધીનું એક નિવેદન જાહેર થયું. જેમાં તેમણે જણાવ્યું કે આ બેઠક મોટા સ્વાસ્થ્ય અને માનવીય સંકટ વચ્ચે થઈ, જેમાં કોરોના વાયરસ પર ચર્ચા થઈ. સોનિયાએ કહ્યું કે કોરોનાને હરાવવા માટે સતત અને વિશ્વસનિય ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ નથી. 

જુઓ LIVE TV

સોનિયાએ માગણી કરી કે કોરોના સામે લડત લડી રહેલા ડોક્ટરો, નર્સ અને બાકીના મેડિકલ સ્ટાફને સરકાર પૂરેપૂરો સપોર્ટ પૂરો પાડે, તેમને સૂટ, એન95 માસ્ક જેવી જરૂરી ચીજો જલદી ઉપલબ્ધ કરાવે. સોનિયાએ વધુમાં કહ્યું કે એક અભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને માનવીય સંકટ વચ્ચે આજે અમારી બેઠક થઈ. આપણી સામે ડરામણી સમસ્યા છે પરંતુ તેને હરાવવા માટે આપણો સંકલ્પ તેનાથી પણ મોટો હોવો જોઈએ. 

કોંગ્રેસની આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. જેમાં સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અમરિન્દર સિંહ વગેરે સામેલ હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news