Tech Tips: અનવોન્ટેડ મેસેજ અને કોલ્સથી છુટકારો મેળવવો છે ? તો આ એપ તમારા માટે છે કામની

Tech Tips: તમારા ફોનમાં સતત આવતા અનવોન્ટેડ કોલ અને મેસેજને તમે એક સરકારી એપ્લિકેશનની મદદથી બ્લોક કરી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા ડુ નોટ ડિસ્ટર્બ એપ શરૂ કરવામાં આવી છે. 

Tech Tips: અનવોન્ટેડ મેસેજ અને કોલ્સથી છુટકારો મેળવવો છે ? તો આ એપ તમારા માટે છે કામની

Tech Tips: ફોનમાં સતત આવતા અનવોન્ટેડ કોલ અને મેસેજથી પરેશાન થઈ જવાય છે. વિવિધ પ્રકારની ઓફર સાથેના આવા ફોન અને મેસેજ પ્રાઇવેસીનું પણ ઉલ્લંઘન કરે છે. જો તમને પણ દિવસ દરમિયાન અઢળક અનનોન કોલ અને મેસેજ પરેશાન કરી રહ્યા છે તો તેને બંધ કરવાનો સરળ રસ્તો આજે તમને જણાવીએ. 

તમારા ફોનમાં સતત આવતા અનવોન્ટેડ કોલ અને મેસેજને તમે એક સરકારી એપ્લિકેશનની મદદથી બ્લોક કરી શકો છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા ડુ નોટ ડિસ્ટર્બ એપ શરૂ કરવામાં આવી છે. ટ્રાયની આ ડીએનડી એપ વડે તમે મોબાઈલ નંબરને રજીસ્ટર કરીને અનવોન્ટેડ કોલ અને મેસેજને અટકાવી શકો છો. 

ટ્રાય ડીએનડી એપનો કેવી રીતે કરવો ઉપયોગ?

- સૌથી પહેલા પ્લેટસ્ટોરમાંથી ટ્રાય ડીએનડી 3.0 એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ઓપન કર્યા પછી તેમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરો.
- તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવે તેને એપ્લિકેશનમાં નોંધી લોગીન કરો.
- લોગીન કર્યા પછી એપ્લિકેશન કામ શરૂ કરી દેશે. જેના વડે તમે અનવોન્ટેડ કોલ અને એસ.એમ.એસ ને બ્લોક કરી શકો છો. 

ડીએનડી એપથી થતા ફાયદા

ટ્રાયની આ એપ્લિકેશનની ખાસ વાત એ પણ છે કે તમે પોતાની ફરિયાદો પણ એપ્લિકેશન વડે નોંધાવી શકો છો.  આ એપ્લિકેશનનો ઉપયોગ તમે ફ્રીમાં કરી શકો છો તેના માટે તમારે કોઈ જ ચાર્જ ચૂકવવો પડતો નથી. 

આ એપ્લિકેશનની મદદથી તમે ટેલી માર્કેટિંગના કોલ, પ્રોફેશનલ એસએમએસ અને અનવોન્ટેડ મેસેજને પણ અટકાવી શકો છો. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news