Milky Mushroom: માત્ર 15 રૂપિયાના ખર્ચે શરુ કરો મિલ્કી મશરૂમની ખેતી, તમને થશે 10 ગણો નફો

Milky Mushroom: છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોમાં મશરૂમની ખેતી તરફ જાગૃતિ વધી છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના મશરૂમ મળે છે પરંતુ તેમાંથી ખેતી કરવા માટે દુધિયા મશરૂમ એટલે કે મિલ્કી મશરૂમ બેસ્ટ ઓપ્શન છે. 

Milky Mushroom: માત્ર 15 રૂપિયાના ખર્ચે શરુ કરો મિલ્કી મશરૂમની ખેતી, તમને થશે 10 ગણો નફો

Milky Mushroom: વર્તમાન સમયમાં ખેતી વડે ખેડૂતો સારી એવી કમાણી કરતા થયા છે. જો તમે પણ તમારી એક્સ્ટ્રા કમાણી માટે ખેતી કરવાનું વિચારી રહ્યા છો તો આજે તમને એક એવી વસ્તુની ખેતી વિશે જણાવીએ જેના વડે તમને સારો એવો નફો મળી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોમાં મશરૂમની ખેતી તરફ જાગૃતિ વધી છે. માર્કેટમાં અલગ અલગ પ્રકારના મશરૂમ મળે છે પરંતુ તેમાંથી ખેતી કરવા માટે દુધિયા મશરૂમ એટલે કે મિલ્કી મશરૂમ બેસ્ટ ઓપ્શન છે. 

દુધિયા મશરૂમ જેને મિલ્કી મશરૂમ પણ કહેવાય છે તેમાં વિટામીન પ્રોટીન અને ખનીજ ભરપૂર માત્રામાં હોય છે. તેથી આ મશરૂમની ડિમાન્ડ બારેમાસ રહે છે. આ મશરૂમની ખાસિયત એ છે કે તેની ખેતી તમે ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં પણ કરી શકો છો અને તેનાથી તમને નફો 10 ગણો મળશે. આ મશરૂમને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. 

મિલ્કી મશરૂમની ખેતી કરવા માટે તમને એવી જગ્યાની જરૂર પડશે જ્યાં તાપમાન વધારે રહેતું હોય. તમે રુમમાં પણ આ મશરુમની ખેતી સરળતાથી કરી શકો છે. આ મશરૂમને ઉગાડવા માટે 25 થી 35 ડિગ્રી તાપમાન હોવું જરૂરી છે અને ભેજનું પ્રમાણ 80 થી 90 જેટલું હોવું જોઈએ. 

મિલ્કી મશરુમની ખેતી સૂકા અવશેષો પર કરવામાં આવે છે. તેના માટે તમે જવાર, શેરડી ના ખોલ, બાજરા અને મકાઈના ભુસાનો ઉપયોગ કરી શકો છો. તમે એક રૂમમાં પણ દુધિયા મશરૂમની ખેતી કરી શકો છો પરંતુ ત્યાં સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું. દુધિયા મશરૂમ જ્યારે ઉગી જાય તો તેની ઉપરની ટોપી પાંચથી છ સીએમ ની હોવી જોઈએ. જ્યારે મશરૂમ ઉગી જાય તો તેની ટોપીને ગોળ ફેરવીને તોડી લેવી. તમે લગભગ એક કિલો સુકા ભૂષામાંથી એક કિલો તાજા મશરૂમ મેળવી શકો છો. 

આ ખેતીના ખર્ચની વાત કરીએ તો તે ખર્ચ પણ ખૂબ જ ઓછો છે. મશરૂમની ખેતીનો ખર્ચ પ્રતિ કિલો 10 થી 15 રૂપિયા આસપાસ હોય છે. માર્કેટમાં આ મશરૂમ ની કિંમત 150 થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. આ હિસાબથી ખેડૂતો માટે મિલ્કી મશરૂમ ઓછા ખર્ચે વધુ નફો કરાવતો પાક સાબિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news