H1B Visa Renual: H1B વિઝા ધારકો માટે ખુશખબર, હવે અમેરિકા છોડ્યા વગર જ રિન્યૂ થઈ શકશે વિઝા

અમેરિકામાં રહેવા માટે વિઝા જરૂરી છે. H1B વિઝા અંગે હંમેશાથી માથાપચ્ચી રહેતી હોય છે. વિઝા એક્સપાયર થાય તો તે વિઝા રિન્યૂ કરવા માટે અરજી કરવાની રહે છે. આવામાં આ આખી પ્રોસેસમાં H1B વિઝાધારકોનો ઘણો સમય જતો રહે છે. હવે H1B વિઝા સંલગ્ન એક મહત્વની જાણકારી સામે આવી છે.

H1B Visa Renual: H1B વિઝા ધારકો માટે ખુશખબર, હવે અમેરિકા છોડ્યા વગર જ રિન્યૂ થઈ શકશે વિઝા

અમેરિકામાં રહેવા માટે વિઝા જરૂરી છે. H1B વિઝા અંગે હંમેશાથી માથાપચ્ચી રહેતી હોય છે. વિઝા એક્સપાયર થાય તો તે વિઝા રિન્યૂ કરવા માટે અરજી કરવાની રહે છે. આવામાં આ આખી પ્રોસેસમાં H1B વિઝાધારકોનો ઘણો સમય જતો રહે છે. હવે H1B વિઝા સંલગ્ન એક મહત્વની જાણકારી સામે આવી છે. એક નવા પાયલટ પ્રોજેક્ટ મુજબ H1B વિઝા રિન્યૂઅલ પ્રોસેસ હવે સરળ થવા જઈ રહી છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને અન્ય દેશોમાંથી આવેલા લોકો હવે અમેરિકા છોડ્યા વગર જ પોતાના વિઝાના રિન્યૂઅલ માટે અરજી કરી શકે છે. 

વેબસાઈટથી કરવાની રહેશે અરજી
સ્પેશિયલ રિન્યૂઅલ ડ્રાઈવને પાંચ અઠવાડિયાના ટ્રાયલના આધારે શરૂ કરાઈ છે. જેમાં પ્રાથમિક તબક્કામાં 20,000 અરજીકર્તાઓ અરજી કરી શકશે. પાઈલટ ડ્રાઈવ માટે અરજી કરવા Us State Department ની વેબસાઈટ ભલે હાલ લાઈવ કરાઈ હોય પરંતુ તેના પર 5 ફેબ્રુઆરી બાદથી જ અરજીઓ સ્વીકારવામાં આવશે. 

અરજી સંલગ્ન નિયમો
આ મહિનાની શરૂઆતમાં State Department એ નવી પ્રોસેસ સંલગ્ન કેટલાક નિયમો શેર કરેલા છે. આ સમયગાળામાં 20,000 સુધી યોગ્ય લોકો ઘરેલુ સ્તર પર પોતાના એચવનબી વિઝા અપડેટ કરાવી શકે છે.  એટલે કે તેમણે અમેરિકા છોડવાની જરૂર નહીં રહે. કેટલાક અરજીકર્તાઓની સંખ્યાને ભારત અને કેનેડાના વાણિજ્ય દૂતાવાસોમાં એચવનબી વિઝા લેનારાઓ વચ્ચે સમાન રીતે વિભાજિત કરવામાં આવશે. 

રિન્યૂઅલ પ્રોસેસમાં ફેરફાર
અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વ્યવસાયિકો હાલ એચવનબી વિઝા પર અમેરિકામાં રહે છે. વિઝાનો સમયગાળો છ વર્ષનો છે અને તેના પૂરા થયા બાદ રન્યૂઅલ પહેલા એક અરજીકર્તાએ એક વર્ષ માટે અમેરિકાથી બહાર રહેવું પડતું હોય છે. નવો પાયલટ પ્રોજેક્ટ લગભગ બે દાયકા બાદ એચવનબી વિઝા રિન્યૂઅલ પ્રોસેસમાં જરૂરી ફેરફાર લાવી રહ્યો છે. USIC મુજબ 2022માં જારી કરાયેલા કુલ 4.41 લાખ એચવનબી વિઝામાંથી લગભગ 72.6 ટકા એટલે કે 3.2 લાખ વિઝા  ભારતીયોને અપાયા હતા. એટલેકે આ ફેરફારનો મોટા પાયે ફાયદો ભારતીયોને થવાનો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ અમેરિકાનો નિર્ણય!
1B અને L1 વિઝા એ યુએસ એમ્પ્લોયરો અને યુએસમાં કામ કરતા વિદેશી વ્યાવસાયિકો માટે લોકપ્રિય વિઝા કેટેગરી છે, પરંતુ બે દાયકા પહેલા સ્ટેટસાઇડ રિન્યુઅલને બંધ કરવાથી નોંધપાત્ર પડકારો ઊભા થયા છે. યુ.એસ.ની બહાર મુસાફરી કરતી વખતે વિઝા ધારકોને લાંબા સમય સુધી પ્રક્રિયાના સમય અને નવીકરણ માટે વિક્ષેપકારક આંતરરાષ્ટ્રીય મુસાફરી સહન કરવાની ફરજ પડી હતી. આ વર્ષે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન વ્હાઈટ હાઉસે H-1B વિઝાની અમુક કેટેગરીઓના સ્થાનિક નવીનીકરણ માટે પાઇલટ પ્રોગ્રામની જાહેરાત કર્યાના મહિનાઓ બાદ આ નિર્ણય લેવાયો છે.

H-1B ધારકોને યુએસની બહાર મુસાફરી કરવાને બદલે સ્ટેટ ડિપાર્ટમેન્ટને મેઇલ કરીને તેમના વિઝા રિન્યુ કરવાની મંજૂરી આપશે. પાછા ફરતા પહેલા અમેરિકન કોન્સ્યુલર ઓફિસમાં એપોઇન્ટમેન્ટ મેળવવા માટે અનિશ્ચિત રાહ સમયનો સામનો કરવો પડશે. એક વર્ષમાં મંજૂર કરાયેલા H-1B વિઝાના અંદાજિત 75 ટકા ભારતના છે. જેઓને અમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને ફેસબુક જેવી કેટલીક સૌથી મોટી યુએસ ટેક જાયન્ટ દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા છે. વર્ષ 2022 માં 1.2 મિલિયનથી વધુ ભારતીયોએ યુ.એસ.નો પ્રવાસ કર્યો છે. આમાં તમામ વિદ્યાર્થી વિઝા અરજદારોના 20% અને H અને L રોજગાર આધારિત વિઝાના 65%નો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news