જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે. 
જો સરકાર માંગ પુરી કરી દે તો 5 હજાર રૂપિયા સુધી સસ્તી થશે Tvs-Hero ની બાઇક!

નવી દિલ્હી: ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે. 

લક્સરી ગુડ્સ નહી નથી બાઇક
ટીવીએસના ચેરમેન વેણુ શ્રીનિવાસને કહ્યું કે ટી વ્હીલર સામાન્ય ઉપયોગની વસ્તુ છે. તેને લકસરી ગુડ્સમાં ન ગણવામાં આવે. આ પહેલાં હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલે પણ બાઇક અને સ્કૂટરો પર જીએસટીના દરને 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાની માંગ કરી હતી. શ્રીનિવાસને નિવેદનમાં કહ્યું છે કે 'સામાન્ય લોકો માટે ટુ વ્હીલર ખૂબ મહત્વપૂર્ણ છે. નિશ્વિતપણે ટુ વ્હીલર માટે GST દર પર પુનર્વિચાર કરવામાં આવે.'

દ્વીચક્રી ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે
તેમણે કહ્યું કે શહેરીકરણ, વધતી જતી ખરીદ ક્ષમતા અને મધ્યમ અને નાના શહેરોમાં સંપર્કની વધતી જતી જરૂરિયાતના લીધે દ્વીચક્રી ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દ્વીચક્રીને વિલાસિતાના સામાનમાં રાખવામાં ન આવે અને તેના પર જીએસટીના દરને 28 થી ઘટાડીને 18 ટકા કરવામાં આવે. ગત અઠવાડિયે મુંજાલે કહ્યું હતું કે ટેક્સ દરમાં ઘટાડાથી ના ફક્ત લાખો દ્વીચક્રી ગ્રાહકોને ફાયદો થશે પરંતુ તેનો લાભ ક્ષેત્ર પર નિર્ભર સંપૂણ શૃંખલાને મળશે. 


અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ પર મળી શકે છે રાહત
કંપનીએ માંગ કરી છે કે જ્યારે GST કાઉન્સિલની બેઠક 10 જાન્યુઆરીએ થવાની સંભાવના છે. તેમાં અંડર કંસ્ટ્રકશન ફ્લેટ-મકાનો પર GST દરને ઘટાડીને 5 ટકા કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય થઇ શકે છે. જીએસટી પરિષદે 22 ડિસેમ્બરના રોજ પોતાની ગત બેઠકમાં 28 ટકાની ટેક્સ શ્રેણીને વધુ તર્કસંગત બનાવતાં 26 વસ્તુઓ તથા સેવાઓ પર ટેક્સના દર ઓછા કર્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદની આ 32મી બેઠક હશે. પરિષદમાં રાજ્યોના નાણામંત્રી સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news