ડિયર જિંદગી: સાથે રહેવા છતા પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય

વિવાહ મુદ્દે વર પક્ષનું વલણ હજી સુધી નથી બદલાયુ, વર પક્ષની શ્રેષ્ઠતા ગ્રંથિ જ્યાં સુધી નહી બદલાય આ સંબંધમાં ઉર્જા, સ્નેહથી ભરેલી કુપળો નહી ફુટે

ડિયર જિંદગી: સાથે રહેવા છતા પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય

'ડિયર જિંદગી' ના વાચકોની સાથે ખુબ જ પ્રસન્નતા થઇ રહી છે કે હવે તે ગુજરાતી, હિંદી, મરાઠી અને બાંગ્લામાં જે આત્મીયતાની સાથે વંચાઇ રહ્યું છે, તે આત્મીયતા સાથે તેના સંવાદનાં નિમંત્રણ હવે હિંદી પ્રદેશની બહારથી પણ મળી રહ્યા છે. 8 જાન્યુઆરીએ ડિયર જિંદગી માટે પડાવનો સૌથી સૌથી મોટો દિવસ હતો. મુંબઇનાં સુપરિચિત રામનારાયણ રુઇયા  આર્ટ એન્ડ સાયન્સ કોલેજમાં જીવન સંવાદ માટે આમંત્રીત કર્યા. 

અહીં વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ સાથે જે પ્રકારે શિક્ષકોએ તેમાં ભાગ લીધો, તેના કારણે ડિપ્રેશન આત્મહત્યાની વિરુદ્ધનાં પ્રયાસને ખુબ જ બળ મળ્યું. આ સંવાદમાં જે બે વિદ્યાર્થીઓએ સૌથી વધારે ઉત્સાહ સાથે હિસ્સો લીધો, તેમાંથી એક વિદ્યાર્થી દ્રષ્ટીહીન છે. તેમનાં જીવન પ્રત્યેની દ્રષ્ટી અને સમજ તે જણાવવા માટે પુરતી છે કે અસલમાં તેઓ કથિત દ્રષ્ટીવાળાઓની દ્રષ્ટીએ કેટલા બાધિત છે. મનુષ્ટની દ્રષ્ટી એકવાર સાચી દિશામાં આગલ વધી જાય, તો તેના આગળ જવાની કોઇ સીમા નથી. 

આ યાત્રામાં યુવાનોનાં મનની સાથે સૌથી વધારે વાત પ્રેમ, વિવાહ અને સંબંધો મુદ્દે થઇ. આજે તેનાં એક છેડે એટલે કે લગ્ન અંગેની કેટલીક ચર્ચાઓ કરીએ....

વિવાહને જોવાની અને સમજવાની આપણી દ્રષ્ટી એવી જ છે, જ્યારે તેનાં હિસ્સેદારોનું આખુ વિશ્વ બદલાઇ ચુક્યું છે. સમાજ, સ્ત્રી, પુરૂષ અને પરિવાર પણ બદલાઇ ચુક્યા છે. જો કે લગ્ન મુદ્દે વર પક્ષનું વલણ હજી પણ તેવું જ યથાવત્ત છે તે નથી બદલાતું. વર પક્ષની શ્રેષ્ઠતાની ગ્રંથિ જ્યા સુધી નહી બદલાય, આ સંબંધોમાં ઉર્જા, સ્નેહથી ભરેલી કુંપળો નહી ખીલે.  એક બીજાને પ્રેમ કરો, પરંતુ પોતાના પ્રેમના બંધનોમાં ન બાંધો. જે રીતે વીણાના તાર અલગ અલગ રહેવા છતા પણ એક જ સુરમાં હોય છે. સ્વતંત્ર હોય છે છતા પણ એક બીજાની સાથે હોવાનો આનંદ સર્વશ્રેષ્ઠ જીવન છે !

પરંપરાગત લગ્ન, પરિવારની સાથે સૌથી મોટી સમસ્યા છે કે તેનાં મુળમાં પરિવાર ચલાવવાની તમામ જવાબદારી સ્ત્રી પર છે. પુરૂષને ઘણી હદ સુધી માત્ર આર્થિક જવાબદારી સાથે જોડવામાં આવે છે. કોઇ એક સમયે આ વાતો કદાચ યથાયોગ્ય હોય, પરંતુ આજે આ પ્રકારની વિચારસરણી આપણને ભુતકાળની ખાઇમાં ધકેલી દેશે. 

એક પ્રશ્ન એવો પણ મળ્યો કે પ્રેમ લગ્ન કરતા સમયે કઇ વાતનું ધ્યાન રાખવામાં આવવું જોઇએ. મે કહ્યું કે, શું પ્રેમ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું શક્ય છે. શું ધ્યાન રાખી રાખીને કરવામાં આવતા પ્રેમને પ્રેમ કહી શકાય છે. આ તો માત્ર એક ગણીત છે, ગણત્રીથી આપણે કદાચ ગણીતજ્ઞ બની શકીએ,પરંતુ તેનો પ્રેમ સાથે તો દુર દુર સુધી કોઇ જ સંબંધ નથી. 

આપણે જીવનમાં ગત્ત 10 વર્ષમાં સંપત્તીને થોડુ વધારે પડતું જ મહત્વ દેવાનું ચાલુ કરી દીધું છે. મુંબઇના અમારા સંવાદનો હિસ્સો રહેલી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, તેના પિતાએ તેની મોટી બહેન માટે આવેલા પ્રેમ લગ્નનાં પ્રસ્તાવને તેમ કહીને ટાળી દીધો કે યુવક પાસે રહેવા માટે ઘર નથી !તેમની પાસે તે સવાલનો જવાબ નહોતો કે તો પછી આપણે હજી સુધી ભાડાના મકાનમાં શા માટે રહી રહ્યા છીએ. પિતાએ કહ્યું કે, જે કષ્ટ મારા બાળકોએ સહ્યા તે જરૂરી નથી કે તારા બાળકો પણ સહે. 

પિતાના વિચાર ચિંતાથી ભરેલા જરૂર છે, પરંતુ પોતાની પુત્રીના ભવિષ્યનો તમામ ભાર તેઓ પુત્રીના પ્રેમી પર કઇ રીતે લાદી શકે ? આમ પણ મુંબઇ જેવા શહેરમાં મધ્યમવર્ગીય પરિવાર માટે ઘર એક ખુબ જ મોટી ઉપલબ્ધી છે. જો કે પિતા માન્યા નહી. એ વાત અલગ છે કે ત્યાર બાદ યુવક તથા તેનાં પરિવાર એક વર્ષ જેટલા સમયમાં પોતાનું ઘર ખરીદ્યું અને બંન્નેના લગ્ન ધામધુમથી થઇ ગયા. 

આ વાત કરનારી વિદ્યાર્થીનીએ કહ્યું કે, મારા જીજાજીએ કરી દેખાડ્યું પરંતુ મે કહ્યું આ કોઇ મોટી વાત નથી. સારી વાત તો ત્યારે કહેવાત જ્યારે લગ્ન બિનશરતી થયા હોત. જો તે યુવક ઘર ન ખરીદી શક્યો હોત તો તેનો પ્રેમ યુવતી પ્રત્યે ઓછો થઇ ગયો હોત ? નહી તો પછી ઘર અને પ્રેમને શું સંબંધ છે.

વિવાહમાં થોપવામાં આવતી શરતોનું કોઇ જ મહત્વ નથી. જ્યા સુધી યુવાનો આવા કાગળ, એક પક્ષીય વ્યવસ્થાનો વિરોધ નહી કરે. જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત કરવી શક્ય નથી. પ્રેમ એકદમ સરળતા જેવી વસ્તુ છે. જે રીતે સરળ બનવું ખુબ જ આકરૂ છે, તેવી જ રીતે પ્રેમ સમજવો, પ્રેમના અસંખ્ય દાવાઓ વચ્ચે ખુબ જ ઉંડાઇની વાત છે.

પ્રેમ, વિવાહ અને જીવન ખુબ જ સરળ, સીધું છે. આપણે બસ તેને કોઇ પણ પ્રકારની મિલાવટ વગર સમજવાનું અને જીવવાનું છે. આ ભેળસેળથી જ અમૃતને પણ તેના સ્વભાવથી ઉલટ બનાવવામાં આવી શકે છે. 

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news