દમ હોય એટલી કરો કમાણી! ChatGPTની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની

Interesting news: જેક્સને પોતાના ટ્વિટર થ્રેડમાં લખ્યું છે કે વીતેલા દિવસોમાં ChatGPT વિશે ખૂબ ચર્ચા સાંભળી હતી. તેના પછી ChatGPT-4 AI બોટને લોડ કરી અને તેનાથી સવાલ પૂછ્યો. 

દમ હોય એટલી કરો કમાણી! ChatGPTની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની

ChatGPT: એક વ્યક્તિએ દાવો કર્યો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તેણે પોતાની કંપની ઉભી કરી દીધી. તે પણ માત્ર એક દિવસમાં. હવે તે લાખોમાં રમી રહ્યો છે. તેણે પોતાનું બજેટ જણાવતાં AIને માત્ર એટલો સવાલ પૂછ્યો હતો કે વધારેમાં વધારે પૈસા કેવી રીતે કમાઈ શકાય છે. તેના જવાબમાં ઓનલાઈન બિઝનેસનો જે આઈડિયા મળ્યો તેણે વ્યક્તિની જિંદગી બદલી નાંખી.

જેકલીન ફોલ નામના આ વ્યક્તિએ ટ્વિટર પર પોતાની કહાની શેર કરી છે. તેણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ચોંકાવનારી આ સિદ્ધિ હાંસલ થઈ છે. જેક્સને પોતાના ટ્વિટર થ્રેડમાં લખ્યું છે કે વીતેલા દિવસોમાં ChatGPT વિશે ખૂબ ચર્ચા સાંભળી હતી. તેના પછી ChatGPT-4 AI બોટને લોડ કરી અને તેનાથી સવાલ પૂછ્યો. 

I'm acting as its human liaison, buying anything it says to.

Do you think it'll be able to make smart investments and build an online business?

Follow along 👀 pic.twitter.com/zu4nvgibiK

— Jackson Greathouse Fall (@jacksonfall) March 15, 2023

શું હતો સવાલ:
જો તમે એક બિઝનેસમેન છે અને તમારી પાસે માત્ર 100 ડોલર એટલે કે 8000થી વધારે રૂપિયા છે. તેનો ઉદ્દેશ્ય ઓછા સમયમાં વધારે પૈસા કમાવાનો છે. તો કંઈપણ ખોટું કર્યા વિના કઈ રીતે કમાવી શકાય? આ સવાલના જવાબમાં ChatGPTએ ઓનલાઈન બિઝનેસનો આઈડિયા આપ્યો અને કહ્યું કે તેનાથી ઈચ્છો તેટલું કમાઈ શકો છો.

ડેઈલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે જેક્સન એ જોઈને હેરાન હતા. તે સવાલ પૂછતા ગયા અને ChatGPT તેને જણાવતું ગયું. તેણે પહેલાં જેક્સનને એક વેબસાઈટ બનાવવાની સલાહ આપી. ડોમેન નેમ, લોગો, વેબસાઈટની ડિઝાઈન, આર્ટિકલ વગેરે બધું નક્કી કરવામાં તેની મદદ કરી. એટલું જ નહીં બ્રાન્ડિંગનો ઉપાય પણ બતાવ્યો. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે પ્રોડક્ટ રાખવાનું પણ સજેશન આપ્યું.

ChatGPTએ એ પણ જણાવ્યું કે ઈન્વેસ્ટમેન્ટ કેવી રીતે  આવશે. આ પ્રમાણે જેક્સન ChatGPT ના બધા સંદેશને ફોલો કરતા ગયા અને એક જ દિવસમાં તેમની કંપની ઉભી થઈ ગઈ. જેક્સન કહે છે કે આજે મારી ફર્મમાં અનેક ઈન્વેસ્ટર્સ છે. અને ફર્મની બ્રાન્ડ વેલ્યુ 25,000 ડોલર એટલે કે 20 લાખ 60 હજાર રૂપિયાથી વધારેની છે. 

ક્યારે બનાવી હતી કંપની:
જેક્સને તેમની આ કંપની માત્ર 3 દિવસ પહેલાં જ બનાવી હતી. હાલમાં કંપની પાસે લગભગ દોઢ કરોડ રૂપિયા રોકડ છે.હવે જેક્સને ChatGPTથી પોતાની કંપનીને મોટી બનાવવાનું સૂચન માગ્યું છે. જવાબના આધારે તે હવે આગામી પગલું ઉઠાવશે. જેક્સન કહે છે કે હાલમાં તેને રોકાણકારોના ફોન આવવા લાગ્યા છે. જેક્સન ફોલન આ ટ્વીટને 1 કરોડ 70 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. 80 હજારથી વધારે લોકોએ તેને લાઈક કર્યુ છે. અને હજારો યૂઝર્સે તેના પર રિએક્ટ કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news