બોલીવુડ છોડી સાઉથ તરફ આગળ વધી મૃણાલ ઠાકુર, હૈદરાબાદમાં ખરીદ્યું નવું ઘર

Mrunal Thakur Bought New House In Hyderabad: સામાન્ય રીતે કલાકારો મુંબઈમાં ઘર ખરીદવાનું પસંદ કરે છે જેથી તે બોલીવુડ સાથે કનેક્ટ રહે. તેવામાં અભિનેત્રીએ મુંબઈને બદલે હૈદરાબાદમાં નવું ખરીદ્યું તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે તે હવે બોલીવુડમાં નહીં પરંતુ સાઉથ સિનેમામાં આગળ વધવા ઈચ્છે છે.

બોલીવુડ છોડી સાઉથ તરફ આગળ વધી મૃણાલ ઠાકુર, હૈદરાબાદમાં ખરીદ્યું નવું ઘર

Mrunal Thakur Bought New House In Hyderabad: બોલીવુડના ઘણા સ્ટાર્સ સાઉથની ફિલ્મોમાં કામ કરતા થઈ ગયા છે. તો સાથે જ બોલીવુડની ફિલ્મોમાં પણ સાઉથ ના એક્ટર્સ જોવા મળે છે. દીપિકા પાદુકોણ, સંજય દત, સૈફ અલી ખાન, જાનવી કપૂર સહિતના કલાકારો સાઉથની ફિલ્મો સાઈન કરી ચૂક્યા છે. કહેવામાં વધુ એક અભિનેત્રી પણ સાઉથ તરફ આગળ વધી છે. ગત વર્ષે સીતા રામમ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર અને શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્મમાં જોવા મળેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર હવે સાઉથમાં પગ જમાવવા આગળ વધી છે. મૃણાલ ઠાકુરે તાજેતરમાં જ હૈદરાબાદમાં એક ઘર પણ ખરીદી લીધું છે. ત્યાર પછી ચર્ચાઓ તે જ થઈ ગઈ છે કે મૃણાલ હવે સાઉથને પોતાનું વર્ક સ્ટેશન બનાવવા મક્કમ થઈ ગઈ છે. મૃણાલ તાજેતરમાં જ અક્ષય કુમાર સાથે સેલ્ફી ફિલ્મમાં જોવા મળી હતી આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ છે. 

આ પણ વાંચો: 

સાઉથમાં મૃણાલનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હવે નવી વાત એ છે કે તેણે હૈદરાબાદમાં ઘર ખરીદી લીધું છે. સામાન્ય રીતે કલાકારો મુંબઈમાં ઘર ખરીદવાનું પસંદ કરે છે જેથી તે બોલીવુડ સાથે કનેક્ટ રહે. તેવામાં અભિનેત્રીએ મુંબઈને બદલે હૈદરાબાદમાં નવું ખરીદ્યું તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે કે તે હવે બોલીવુડમાં નહીં પરંતુ સાઉથ સિનેમામાં આગળ વધવા ઈચ્છે છે. કારણકે બોલિવૂડમાં અત્યાર સુધીમાં તેને કોઈ સારી સફળતા મળી નથી. 

તેણે પોતાના કરિયરની શરૂઆત 2012 માં આવેલી હિન્દી ફિલ્મ લવ સોનિયા થી કરી હતી. પરંતુ આ ફિલ્મ 2018 માં રિલીઝ થઈ. આ દરમિયાન મૃણાકે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. બોલીવુડ ની વાત કરીએ તો અભિનેત્રીએ સુપર 30, બાટલા હાઉસ, તુફાન, ધમાકા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ આ ફિલ્મો ખાસ સફળ ન રહી. તેવામાં હવે અભિનેત્રી સાઉથ તરફ સફળ ફિલ્મો માટે આગળ વધી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news