તમારા ઘરે ભલે નેટવર્ક આવે કે ન આવે, પણ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું 5G સિગ્નલ

ચીનની તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પર્વતારોહી હવે આ પર્વત સર કરવા પહોંચીને 5G સુવિધા મેળવી શકશે. ચીનની સરકારી મીડિયાએ શુક્રવારે ખબર આપ્યા કે, દૂરવર્તી હિમાલયી ક્ષેત્રમાં દુનિયાના સૌથી ઉંચાઈવાળા બેઝ સ્ટેશનથી પરિચાલન શરૂ કરી દીધું છે. ચીનની સરકારી ટેલિકોમ કંપની ચાઈના મોબાઈલના અનુસાર આ બેઝ સ્ટેશન 6500 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે. તે દુનિયાનું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર સ્થિત છે. કંપનીએ ગુરુવારે આ કામ શરૂ કર્યું છે.  
તમારા ઘરે ભલે નેટવર્ક આવે કે ન આવે, પણ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયું 5G સિગ્નલ

ઝી મીડિયા/બ્યૂરો :ચીનની તરફથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારા પર્વતારોહી હવે આ પર્વત સર કરવા પહોંચીને 5G સુવિધા મેળવી શકશે. ચીનની સરકારી મીડિયાએ શુક્રવારે ખબર આપ્યા કે, દૂરવર્તી હિમાલયી ક્ષેત્રમાં દુનિયાના સૌથી ઉંચાઈવાળા બેઝ સ્ટેશનથી પરિચાલન શરૂ કરી દીધું છે. ચીનની સરકારી ટેલિકોમ કંપની ચાઈના મોબાઈલના અનુસાર આ બેઝ સ્ટેશન 6500 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે. તે દુનિયાનું સૌથી ઉંચુ શિખર માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર સ્થિત છે. કંપનીએ ગુરુવારે આ કામ શરૂ કર્યું છે.  

શિન્હુઆ સમાચાર એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બેઝ સ્ટેશન ઉપરાંત પહેલાથી બે વધુ બેઝ સ્ટેશ ક્રમશ 5300 મીટર અને 5800 મીટર પર બનેલુ છે. તેમાંથી માઉન્ટ એવરેસ્ટ પર હવે ઉત્તરી રિઝ ઉપરાંત શિખર પર પણ 5G  સિગ્નલ મળશે. 

5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી 

ચીન-નેપાળ સીમા પર સ્થિત માઉન્ટ એવરેસ્ટના શિખર 8840 મીટરની ઉંચાઈ પર છે. 5G પાંચમી પેઢીની વાયરલેસ ટેલિકોમ ટેકનોલોજી છે. તેજ રફ્તાર સાથે તે બેસ્ટ બેન્ડવિથ અને નેટવર્ક ક્ષમતા ઉપલબ્ધ કરાવે છે. તે ભવિષ્યની ડ્રાઈવરલેસ કાર, ઈન્ટરનેટ સાથે જોડાયેલ ઉપકરણ, વરચ્યુઅલ મીટિંગ અને ટેલિમેડિસિન માટે હાઈ ડેફિનેશન કનેક્શનનો રસ્તો તૈયાર કરશે. 

ચાઈના મોબાઈલની તિબ્બત શાખાના મેનેજર છાઓ મિને કહ્યું કે, આ સુવિધાથી પર્વતારોહણ, વૈજ્ઞાનિક અનુસંધાન, પર્યાવરણ પર દેખરેખ અને હાઈ ડેફિનેશન લાઈવ સ્ટ્રીમિંગ માટે ટેલિકોમ સેવા સુનિશ્ચિત કરશે. 

‘બે દિવસ છે.. વધુ રૂપિયા આપીને પરપ્રાંતીયો સુરતથી ચાલ્યા જાવ.. હવે જમવાનુ પણ નહિ અપાય...’

ગ્લોબલ ટાઈમ્સે અધિકારીઓના હવાલાથી કહ્યું કે, બહુ જ દુર્ગમ સ્થાન પર 5G સ્ટેશન બનાવવાનો ખર્ચ 1 કરોડ યુઆન (14.2 લાખ ડોલર) પર પહોંચી શકે છે. આ 5G સ્ટેશનોના માધ્યમતી પર્વતારોહક એકબીજાથી સારી રીતે સંપર્ક કરી શકશે. તેનાથી શોધકર્તાઓને બચાવવામાં મદદ મળી શકશે. 

રિપોર્ટમાં કહેવાયુ છે કે, એકવાર 5G ઉપલબ્ધ થઈ જશે તો પર્વતારોહક, મુસાફરો અને સ્થાનિક નિવાસી બેઝ કેમ્પ વિસ્તારમાં તેનો ઉપયોગ કરી શકશે. 

શિન્હુઆની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 5800 મીટર અને 6500 મીટરની ઉંચાઈ પર આવેલ બેઝ સ્ટેશન અસ્થાયી બેઝ સ્ટેશન છે. 2020માં એલિવેશન સરવે પૂરો થયા બાદ તેને તોડી દેવામાં આવશે. આ વચ્ચે ચીનની ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની હુવાવેઈએ કહ્યું કે, તેને 6500 મીટરની ઉંચાઈ પર દુનિયાના સૌથી ઉંચા 5G બેઝ સ્ટેશન લગાવવા માટે ચાઈના ટેલિકોમ સાથે ભાગીદારી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news